News of Monday, 24th June 2024
કેબીસી ગ્લોબલને સીઆરજેઈના સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ માટે ૨૦ મિલિયન યુએસ ડોલરનો સબ કોન્ટ્રાક્ટ મળ્યો

નાસિક, તા.૨૪: કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટરમાં અગ્રણી કંપની કેબીસી ગ્લોબલ લિમિટેડ (જે અગાઉ કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડ તરીકે ઓળખાતી હતી)ને સીઆરજેઈ (ઈસ્ટ આફ્રિકા) લિમિટેડ દ્વારા ૨૦ મિલિયન યુએસ ડોલરના મહત્વપૂર્ણ સબ-કોન્ટ્રાક્ટ મળ્યો છે. સીઆરજેઈ સમગ્ર આફ્રિકામાં રેલવે અને ફાઇવ-સ્ટાર હોટલ્સ બનાવવાનો બિઝનેસ કરતી કંપની છે.
આ નોંધપાત્ર કોન્ટ્રાક્ટ સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સિવિલ એન્જિનિયરિંગ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કેબીસી ગ્લોબલ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ રજૂ કરે છે. કેબીસી ગ્લોબલની સંપૂર્ણ માલિકીની કેન્યન પેટાકંપની કાર્ડા ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આ કોન્ટ્રાક્ટ મેળવાયો હતો જે આફ્રિકન માર્કેટમાં કંપનીની વધી રહેલી હાજરી દર્શાવે છે.
આ કોન્ટ્રાક્ટ આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં કેબીસી ગ્લોબલની વધતી જતી ક્ષમતાઓ અને પ્રતિષ્ઠાને દર્શાવે છે. આ પ્રોજેક્ટ આફ્રિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વળદ્ધિમાં ફાળો આપવાની કંપનીની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે જે આફ્રિકા ખંડના વિકાસમાં મહત્વની કંપની બનવામાં તેનું પ્રથમ મોટું પગલું છે. આ સિદ્ધિ સાથે, કેબીસી ગ્લોબલ પૂર્વ આફ્રિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર છે, જે પ્રદેશની મહત્વાકાંક્ષી વળદ્ધિ અને વિકાસના લક્ષ્યોને અનુરૂપ છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
