News of Monday, 24th June 2024
લોકસભા ચૂંટણી વખતે નીટનું પેપર લીક થયું હોત તો ભાજપાને ૫૦ બેઠકો પણ ના મળત : કોંગ્રેસ નેતા અજય રાય

ન્યુઝ એજન્સી એએનઆઇના રીપોર્ટ અનુસાર, કોંગ્રેસના ઉત્તરપ્રદેશના અધ્યક્ષ અજય રાયે નીટ પેપર મામલે મોદી સરકાર પર જોરદાર પ્રહાર કરતા કહ્યું છે કે આ બધી આ લોકોની મિલીભગત છે એ ગઇકાલે સાબિત થઇ ગયું. એનટીએના મહાનિર્દેશકને હટાવતા એ સાબિત થઇ ગયુ છે કે આમાં ભ્રષ્ટ્રાચાર થયો છે.
વારાણસીમાં કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કહ્યું કે બાળકોને બોલવાનો અધિકાર પણ ના આપવો એ સંપૂર્ણપણે હિટલરશાહી છે. તેમણે કહ્યું કે આ લોકોએ જાણી જોઇને લોકસભા ચુંટણીના પરિણામો સાથે જ નીટ પરિક્ષાની જાહેરાત કરી હતી. જો આ પરીક્ષાના પરિણામો ચુંટણી વખતે આવ્યા હોત તો તેમના માટે પણ બેઠકો લાવવી પણ મુશ્કેલ બની જાત. વાલીઓ અને બાળકો સંપૂર્ણપણે દુઃખી અને પરેશાજ છે.
તેમણે કહ્યું કે નીટ પરીક્ષા બાબતે કેટલાક વિદ્યાર્થીઓ મને મળવા આવ્યા હતા. મેં તેમને કહ્યું કે તમે ચિંતા ના કરો અમે તમારી સાથે છીએ. હું તેમને એટલે મળ્યો હતો કે તેઓ ડીપ્રેશનમાં ના જતા રહે
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
