<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

લંડનમાં ભારતનાં બે ભાગેડુઓનું ‘મિલન'

વિજય માલ્‍યાને ત્‍યાં લગ્નમાં પહોંચ્‍યો લલિત મોદી : વિજય માલ્‍યાના પુત્રના લગ્નના સમારોહની તસ્‍વીરો વાયરલ

લંડન, તા.૨૪: ભારતીય બેંકોને હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી ગયેલા દારૂના વેપારી વિજય માલ્‍યાના પુત્ર સિદ્ધાર્થે લંડનમાં લગ્ન કરી લીધા છે. સિદ્ધાર્થના લગ્ન ગયા સપ્તાહના અંતમાં થયા હતા, જેમાં તમામ મહેમાનો અને પરિવારના મિત્રો હાજર હતા. આ દરમિયાન, સૌથી વધુ ચર્ચાની વાત એ છે કે લગ્નમાં ભારતમાંથી અન્‍ય એક ભાગેડુ લલિત મોદીનું આગમન. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં લલિત મોદી પણ એક લગ્નમાં જોવા મળી રહ્યા છે. આ લગ્ન બ્રિટનના હર્ટફોર્ડશાયર વિસ્‍તારમાં થયા હતા. સિદ્ધાર્થ માલ્‍યા અને જાસ્‍મિનના પહેલા લગ્ન ખ્રિસ્‍તી ધર્મ પ્રમાણે થયા હતા. ત્‍યારપછી બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા.

લલિત મોદી ભારતની પ્રખ્‍યાત ક્રિકેટ લીગ IPLના ભૂતપૂર્વ કમિશનર રહી ચૂકયા છે. તેના પર IPLમાં નાણાકીય ગેરરીતિનો આરોપ છે. લલિત મોદી વિરુદ્ધ ટેક્‍સ ફ્રોડ, મની લોન્‍ડરિંગ જેવા કેસ પણ ચાલી રહ્યા છે. આ સિવાય સિદ્ધાર્થના પિતા વિજય માલ્‍યા પર બેંકોમાં છેતરપિંડીનો આરોપ છે. આઈપીએલની ૨૦૧૦ સીઝન બાદ જ BCCI દ્વારા લલિત મોદીને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા. તેમના પર નાણાકીય અનિયમિતતા અને ગેરવર્તણૂકનો આરોપ લાગ્‍યા બાદ આ નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્‍યા તેના પુત્રને ચુંબન કરતા જોવા મળ્‍યા હતા, ત્‍યારબાદ જ્‍યારે તેણે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા ત્‍યારે તે ગુલાબી લહેંગામાં જોવા મળ્‍યો હતો. આ લગ્ન સમારંભની તસવીરો અને વીડિયો ત્‍યાં હાજર મહેમાનો દ્વારા શેર કરવામાં આવ્‍યા છે. આવા જ એક વીડિયોમાં સિદ્ધાર્થ અને જાસ્‍મિન ડાન્‍સ કરતા જોવા મળે છે. આ પછી બંનેએ કેક પણ કાપી. બંનેએ ઇન્‍સ્‍ટાગ્રામ પર લગ્નનો ફોટો પણ શેર કર્યો છે. કેટલીક તસવીરોમાં વિજય માલ્‍યા પોતાના પુત્રને કિસ કરતા જોવા મળે છે.

(3:36 PM IST)