News of Monday, 24th June 2024
મઉમાં દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ
પિતા દિકરાના લગ્નના કાર્ડ વહેંચવા માટે ગયા હતા : આરોપીએ ૧૮ મહિનાની બાળકીને લલચાવીને એક સુમસામ જગ્યાએ લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું

બાંદા, તા.૨૪ : યુપીના બાંદાને અડીને આવેલા ચિત્રકુટ જિલ્લાના મઉ વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાના આરોપમાં રવિવારે બપોરે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. એએસપી ચક્રપાણી ત્રિપાઠીએ જણાવ્યું કે પોલીસને માહિતી મળી હતી કે મઉ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બપોરે દોઢ વર્ષની બાળકી પર તેના સંબંધી ઈતરાજ પ્રસાદ (૨૨) દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે પીડિત બાળકીને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ત્રિપાઠીએ જણાવ્યું કે ઘટના સમયે બાળકીના પિતા તેમના મોટા પુત્રના લગ્નના કાર્ડ વહેંચવા ગયા હતા.
આ દરમિયાન આરોપીએ બાળકીને લલચાવીને એક સુમસામ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી પીડિત બાળકીનો ધર્મના મામા હોવાનું જાણવા મળ્યું છે.
બાળકીના પિતાએ જણાવ્યું કે તેની પત્નીનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. તેઓ રવિવારે તેમના પુત્રના લગ્નના આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવા ગયા હતા. આ દરમિયાન સાસરેથી તેમનો ધર્મનો સાળો બપોરે ઘરે આવ્યો હતો. તે દારૃના નશામાં હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, 'તેમની ૧૮ મહિનાની બાળકી ઘરની બહાર રમી રહી હતી તેને તેમનો ધર્મનો સાળો લલચાવીને પોતાની સાથે સુમસામ જગ્યાએ લઈ ગયો અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું.
બાળકીએ બૂમો પાડવાનું શરૃ કરતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યાં સુધીમાં આરોપી ફરાર થઈ ગયો હતો.
જાણવા મળ્યું છે કે આરોપી ત્રણ બાળકોનો પિતા છે. આ અંગે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અજીત કુમાર પાંડેએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
