<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

સાત વર્ષમાં 18 લાખ ધંધા બંધ થયા અને 54 લાખ લોકો બેરોજગાર થઈ ગયા: પ્રિયંકા ગાંધીના પ્રહાર .

ભાજપની આર્થિક રણનીતિએ આ ક્ષેત્રને સૌથી વધુ અસર કરી અને લાખો લોકોની નોકરીઓ છીનવી લીધી.

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર પર રોજગારી છીનવી લેવાનો આરોપ મુકતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે સાત વર્ષમાં 18 લાખ વ્યવસાય બંધ થયા અને તેમાં કામ કરતા 54 લાખ લોકો બેરોજગાર થઈ ગયા. અસંગઠિત ક્ષેત્ર એ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે અને દેશમાં મહત્તમ રોજગાર પ્રદાન કરે છે. ભાજપની આર્થિક રણનીતિએ આ ક્ષેત્રને સૌથી વધુ અસર કરી અને લાખો લોકોની નોકરીઓ છીનવી લીધી.

(11:21 PM IST)