News of Tuesday, 25th June 2024
સુપ્રીમ કોર્ટે આપ નેતા સત્યેન્દ્ર જૈનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ડિફોલ્ટ જામીન સંબંધિત સત્યેન્દ્ર જૈનની અરજી પર નિર્ણય લેવાનું કામ દિલ્હી હાઈકોર્ટ પર છોડી દીધું

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનના ડિફોલ્ટ જામીન સંબંધિત અરજીને જુલાઈ સુધી સ્થગિત કરવાના આદેશને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ડિફોલ્ટ જામીન સંબંધિત સત્યેન્દ્ર જૈનની અરજી પર નિર્ણય લેવાનું કામ દિલ્હી હાઈકોર્ટ પર છોડી દીધું છે. સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી કે જામીન અરજીને બિનજરૂરી રીતે મુલતવી ન રાખવી જોઈએ.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
