<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

૯૯ બેઠકો લાવીને ઠેકડા મારી રહ્યા છે

જયોતિરાદિત્‍ય સિંધીયાએ વિપક્ષો પર તાકયું નિશાન

નવી દિલ્‍હી તા. રપઃ કેન્‍દ્રીય પ્રધાન જયોતિરાદિત્‍ય સિંધીયાએ કોંગ્રેસ પર નિશાન તાકતા મોટું સ્‍ટેટમેંટ આપ્‍યું છે. તેમણે લોકસભા ચુંટણીમાં કોંગ્રેસના ૯૯ બેઠકો જીતવા પર કહ્યું કે ૯૯ બેઠકો જીતનારાઓ ઉછળી તો રહ્યા છે પણ પ્રજાએ તેમના પર વિશ્‍વાસ નથી મૂકયો.

ગુનામાં સિંધીયાએ કહ્યું, ‘‘જે લોકો આજકાલ બહુ ઠેકડા મારી રહ્યા છે, તેમની ત્રણ ચુંટણીની બેઠકોનો સરવાળો કરો, એક, બે નહીં પણ ત્રણે ચુંટણીઓની સંખ્‍યાને જોડવામાં આવે તો જોઇ શકાય છે કે દેશની જનતાએ જે વિશ્‍વાસ વડાપ્રધાન પર મુકયો છે, તે ત્રણ ચુંટણીનો સરવાળો કરીને પણ કોંગ્રેસ નથી મેળવી શકી. ભાજપાને આ વખતે ર૪૦ બેઠકો મળી છે પણ ત્રણે ચુંટણી મળીને પણ કોંગ્રેસ ર૪૦ બેઠકો નથી લાવી શકી.''

સિંધીયાએ કહ્યું, ‘‘તેમણે પોતાના તરફ જોવું જોઇએ. આજે વડાપ્રધાનના નેતૃત્‍વમાં દેશ વિકાસ અને પ્રગતિના માર્ગે ચાલી રહ્યો છે. હાલમાં જ મોદી જી-૭ માં દેશનો ઝંડો ફરકાવીને આવ્‍યા છે. આવતા પાંચ વર્ષ સુધી પણ વિશ્‍વ પર દેશનો ઝંડો ફકરાવવાનું કામ વડાપ્રધાન કરતા રહેશે.''

(2:31 PM IST)