News of Tuesday, 25th June 2024
કૃષી વૈજ્ઞાનિક બોર્ડની ભરતીમાં ગડબડની શંકાઃ ૩ થી ૪ રાજયોના જ ૩ કેન્દ્રના વિદ્યાર્થીઓ મેરીટમાં વધુ
નીટ અને નેટની બાદ વધુ એક પરીક્ષા પર સવાલો

નવી દિલ્હી તા. રપ : નીટ અને નેટની પરીક્ષા વચ્ચે હવે કૃષી વૈજ્ઞાનિક ભરતી બોર્ડની ભરતી પણ શંકાના ઘેરામાં આવી છે. એએસઆરબી દ્વારા માર્ચમાં જાહેર કરેલ વિશેષજ્ઞ અને વરિષ્ઠ ટેકનીકલ અધિકારી પરીક્ષાના પરિણામ પર સવાલ ઉભા થઇ રહ્યા છે. પરિક્ષાર્થીઓએ વિસ્તૃત તપાસની માંગ કરી છે.
પરિણામનું બારીકાઇથી વિશ્લેષણ કરતા માહિતી મળેલ કે આઇએઆરઆઇ, આઇવીઆરઆઇ, એનડીઆરઆઇ જેવી કૃષી શિક્ષાની ટોચની સંસ્થાઓના છાત્રોને ટોપ-૧૦ માં સ્થાન ન મળવા ઉપરાંત તેમની ચયનની ટકાવારી પણ ઓછી છે. બીન આઇસીએઆર માન્યતા પ્રાપ્ત અને ખાનગી સંસ્થાઓના તે છાત્રોના નામ મેરીટ લીસ્ટમાં છે, જેના શૈક્ષણીક રેકોર્ડ એવરેજ અથવા તેનાથી નીચે રહ્યો છે.
પરીક્ષા પર શંકાનું મોટું કાર મેરીટમાં નામ આવ્યા છે તે મોટાભાગના વિદ્યાર્થીઓ ૩ થી ૪ રાજયોના અને ત્રણ પરીક્ષા કેન્દ્રોથી જ જોડાયેલા છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની વહેંચણીમાં પણ ગડબડીની આશંકા સેવાઇ રહી છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
