News of Tuesday, 25th June 2024
પૂણેમાં ફરી હીટ એન્ડ રન કેસઃધારાસભ્યના ભત્રીજાના કારનામા

પૂણે તા. રપઃ ધારાસભ્ય મોહિતે પાટીલના ભત્રીજા મયુર મોહિતે દ્વારા સ્પીડમાં ચલાવાતી એસયુવી કારે એક ૧૯ વર્ષના યુવાનનો ભોગ લીધો છે.
અકસ્માત સર્જીને ફરાર થઇ ગયેલ ડ્રાઇવરની પછીથી ધરપકડ કરાઇ છે.
મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપી કાર ચલાવતી વખતે પીધેલો હતો. જો કે પૂણે પોલીસે આ આક્ષેપોને નકાર્યા હતા.
મૃતકની ઓળખ ઓમ સુનિલ ભાલેરાઓ તરીકે થઇ છે. તે ટ્રેકટર ચલાવવાના ધંધામાં પોતાના પરિવારને મદદ કરતો હતો.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
