News of Tuesday, 25th June 2024
કોંગ્રેસે ત્રણ લીટીનો જાહેર કર્યો વ્હિપ:કાલે લોકસભામાં હાજર રહેવા પોતાના તમામ સાંસદોને અપાયો આદેશ
સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષના દળો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી શકે

નવી દિલ્હી : સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. તેને લઇને સત્તાધારી પક્ષ અને વિપક્ષના દળો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. આ ચૂંટણી કાલે એટલે કે બુધવારે યોજાશે. આ સંબંધમાં કોંગ્રેસે લોકસભામાં પોતાના તમામ સાંસદોને કાલે એટલે કે 26 જૂનના રોજ ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ જાહેર કર્યો છે
કોંગ્રેસ સંસદીય દળ તરફથી સાંસદોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "આવતીકાલે લોકસભામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મહેરબાની કરીને સવારે 11 વાગ્યાથી ગૃહ સ્થગિત થવા સુધી ગૃહમાં હાજર રહે છે." આ સંદેશને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે. " કોંગ્રેસનો આ વ્હિપ કે.સુરેશે જાહેર કર્યો છે. જેઓ વિપક્ષ તરફથી લોકસભાના અધ્યક્ષના ઉમેદવાર પણ છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
