News of Tuesday, 25th June 2024
શશિ થરૂર અને શત્રુઘ્ન સિંહા સહિત સાત સાંસદોએ શપથ નથી લીધા :મતદાન કેમ કરી શકશે નહીં? સમજો ગણીત
પાંચ વિપક્ષી સાંસદો અને બે અપક્ષ સાંસદોએ શપથ લીધા નથી. આ સાંસદો સ્પીકર ચૂંટણી બાદ શપથ લઈ શકે

નવી દિલ્હી :લોકસભા અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ શશિ થરૂર અને TMCના નવા ચૂંટાયેલા સાંસદ શત્રુઘ્ન સિંહા સહિત સાત સાંસદો મતદાનમાં ભાગ લઈ શકશે નહીં. પાંચ વિપક્ષી સાંસદો અને બે અપક્ષ સાંસદોએ શપથ લીધા નથી. આ સાંસદો સ્પીકર ચૂંટણી બાદ શપથ લઈ શકે છે.
સ્પીકર પદ પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતિ ન હોવાને કારણે ચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ છે. એનડીએ ફરી એકવાર ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કે સુરેશે વિપક્ષી ગઠબંધન વતી ઉમેદવારી નોંધાવી છે.
રસપ્રદ વાત એ છે કે આ વોટિંગમાં કોંગ્રેસના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ શશિ થરૂર, ટીએમસીના નવા ચૂંટાયેલા સાંસદ શત્રુઘ્ન સિંહા સહિત સાત સાંસદો મતદાનમાં ભાગ લઈ શકશે નહીં. જણાવી દઈએ કે અત્યાર સુધી પાંચ વિપક્ષી સાંસદો અને બે અપક્ષ સાંસદોએ શપથ લીધા નથી
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
