News of Thursday, 27th June 2024
ભાજપના વરિષ્ઠ નેતા અને ભારતરત્ન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી: દિલ્હીની AIIMSમાં દાખલ
અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાને કારણે AIIMSમાં દાખલ કરાયા : એઈમ્સના જેરિયાટ્રિક વિભાગના ડોક્ટરના નિરીક્ષણ હેઠળ રખાયા

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાને કારણે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
હાલ અડવાણીને એઈમ્સના જેરિયાટ્રિક વિભાગના ડોક્ટરના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. પૂર્વ નાયબ વડાપ્રધાનના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેમને ચેકઅપ માટે એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં લાલકૃષ્ણ અડવાણીની તબિયત સારી છે. આ વર્ષે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે 30 માર્ચે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ વર્ષ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
