<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

અંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમત્તે સોલ્ટ લેક સીટી અમેરિકામાં ડો, પ્રદીપ કણસાગરાએ પરિવારજનો અને મિત્રો સાથે યોગાસન કર્યા

શ્વાસના રહસ્યમય ફાયદાઓ વિશે હાજર રહેલ લોકોને માહિતગાર કર્યા અને યોગ, પ્રાણાયમ અને યોગાસન કરાવ્યા. યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કર્યો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તા. 21મી જૂન ૨૦૨૪ ના રોજ સોલ્ટ લેક સીટી, અમેરિકા ખાતે ડો. પ્રદીપ કણસાગરાએ પરિવારજનો અને મિત્રો સાથે યોગાસન કર્યા હતા 

   આ પ્રસંગે તેમણે શ્વાસના રહસ્યમય ફાયદાઓ વિશે હાજર રહેલ લોકોને માહિતગાર કર્યા હતા અને યોગ, પ્રાણાયમ અને યોગાસન કરાવ્યા. યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દિન પ્રતિદિન યોગ વિશે જાગૃતતા વધતી જાય છે એ ખુશી ની વાત છે પરંતુ અમેરિકા તથા પશ્ચિમના દેશોમાં યોગને માત્ર વિવિધ પ્રકારની કસરત સમજવામાં આવે છે તે દુઃખની વાત છે. 

  ખરેખર તો *યોગાસન એ અષ્ટાંગ યોગનું ત્રીજું પગથીયું છે*. પહેલા બે પગથીયા *યમ* - સત્ય, અહિંસા, અસ્તેય [ચોરી ન કરવી], અપરિગ્રહ [સંગ્રહ ન કરવો], બ્રહ્મચર્ય અને *નિયમ* (સૌચ [સ્વચ્છતા],સંતોષ, તપ [પરિશ્રમ], સ્વાધ્યાય અને ઈશ્વર પરની શ્રદ્ધા જો જીવનમાં ઉતારવામાં આવે તો  આજના ઘણાં પ્રશ્નો  ઉપસ્થિત  જ ન થાય. અને વળી જો *અષ્ટાંગ યોગ* [યમ, નિયમ, યોગાસન,પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ] ને જીવનમાં નિત્યક્રમ બનાવવામાં આવે તો પરમ સુખ અને શાંતિની અનુભૂતિ થાય.તેમ ડો. પ્રદીપ કણસાગરા (નિવૃત યુરોલોજીસ્ટ, યોગા શિક્ષક  અને યોગા થેરાપીસ્ટ ભારત, અમેરિકા) એ સમજાવ્યું હતું

 

(12:36 AM IST)