News of Thursday, 27th June 2024
‘‘પ્રેમ ના ફુલો''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
જે મળે અભિનય તેને પૂરો કર
પ્રિય યોગ પ્રિયા,
પ્રેમ. સંન્યાસમાં સંસાર અભિનય છે.
સંસારને અભિનય જાણવો જ સંન્યાસ છે
પછી ન કોઇ નાનો છે, ન કોઇ મોટો- ન કોઇ રામ છે, ન રાવણ.
પછી તો જે પણ છે બધી રામલીલા છે!
જે મળે અભિનય તેને પૂરો કર.
તે અભિનય તું નથી.
અને જયાં સુધી અભિનયથી આપણું તાદાત્મ્ય છે ત્યાંસુધી આત્મજ્ઞાન અસંભવ છે.
અને જે દિવસે આ તાદાત્મ્ય તૂટે છે તે દિવસથી અજ્ઞાન અસંભવ થઇ જાય છે.
અભિનય કર અને જાણ કે તું તે નથી.
- રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
