News of Thursday, 27th June 2024
અડવાણીની તબિયત લથડીઃ દિલ્હીના AIIMSમાં દાખલ

નવી દિલ્હી, તા.૨૭: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકળષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હીના AIIMS હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. તેમને AIIMS ના જિરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ (વળધ્ધોની સારવારનો વિભાગ) ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
જોકે ૯૬ વર્ષીય લાલકળષ્ણ અડવાણી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એટલા માટે તેમનું સમયાંતરે ઘરે જ ચેકઅપ કરવામાં આવે છે. બુધવારે મોડી સાંજે તેમને થોડી સમસ્યા અનુભવાતા તેમને તાત્કાલિક AIIMS માં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને પોતાની દેખરેખમાં દાખલ કર્યા હતા.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
