News of Thursday, 27th June 2024
હિઝાબ - નકાબ - બુરખા - ટોપી ઉપર પ્રતિબંધ ચાલુ રહેશે : બોમ્બે હાઇકોર્ટે મુસ્લિમોની અરજી ફગાવી
મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નથી : કોર્ટ

મુંબઇ તા. ૨૭ : કર્ણાટકનો હિજાબ વિવાદ બધાના મન પર હશે. કેમ ન હોય ? એએક વિવાદ હતો જે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ જાણીજોઇને ઉભો કર્યો હતો. મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં પણ કંઈક આવું જ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જયાં શહેરની એક કોલેજે કેમ્પસમાં હિજાબ, બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થીનીઓનું એક જૂથ આના વિરોધમાં બોમ્બે હાઈકોર્ટમાં ગયું હતું. જયાં કોર્ટે આ મામલે શાળા પ્રશાસનના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે.
મુંબઈમાં ચેમ્બુરમાં ટ્રોમ્બે એજયુકેશન સોસાયટી દ્વારા સંચાલિત એક કોલેજ છે, જેમ કે એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજ. આ કોલેજે તાજેતરમાં એક સૂચના જારી કરી હતી, જે અંતર્ગત કોલેજમાં હિજાબ, નકાબ, ચોર, બુરખા, બેજ અને કેપ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કોલેજે તેને મનસ્વી, અન્યાયી અને નિયમો વિરૂદ્ધ ગણાવ્યું હતું.
બુધવારે આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થિનીઓની એ દલીલને ફગાવી દીધી હતી જેમાં તેમણે દાવો કર્યો હતો કે ઈસ્લામમાં હિજાબ, નકાબ અને બુરખા ફરજિયાત છે. જસ્ટિસ એએસ ચાંદુરકર અને રાજેશ પાટીલની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે તેના મતે નિર્ધારિત ડ્રેસ કોડ ભારતના બંધારણની કલમ ૧૯(૧) (એ) (ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા) અને કલમ ૨૫ (ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા) હેઠળ અરજદારોના અધિકારોનું ઉલ્લંઘન ગણી શકાય નહીં.
મુસ્લિમોને ફટકો આપતા કોર્ટે કહ્યું કે અરજદારો પાસે કંજ-ઉલ-ઈમાન અને સુમન અબુ દાઉદના અંગ્રેજી અનુવાદ સિવાય અન્ય કોઈ તાર્કિક સામગ્રી નથી કે તે ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા છે. હાઈકોર્ટનું કહેવું છે કે આ પ્રકારના નિર્ણય દ્વારા કોલેજ માત્ર ડ્રેસ કોડ જ ઘડી રહી હતી, જેને શિસ્ત જાળવવા માટે જરૂરી પગલું ગણવું જોઈએ. કોલેજોને આ અધિકાર બંધારણના અનુચ્છેદ ૧૯(૧)(g) હેઠળ આપવામાં આવ્યો છે અને કલમ ૨૬ હેઠળ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના અને સંચાલન કરવાનો માન્ય મૂળભૂત અધિકાર છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
