News of Thursday, 27th June 2024
હદ થઇ ગઇ કરવાનું હતું પગનું ઓપરેશન, કરી નાખ્યુ પ્રાઇવેટ પાર્ટનુઃ ગજબકનાક બેદરકારી

થાણેઃ મહારાષ્ટ્રના શહાપુરની ઉપજીલ્લા હોસ્પીટલના ડોકટરોની ભયાનક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહી રમતા રમતા પગમાં ઇજા થયા પછી ઓપરેશન માટે દાખલ થયેલ બાળકના પગના બદલે ડોકટરોએ તેના પ્રાઇવેટ પાર્ટનું ઓપરેશન કરી નાખ્યુ હતું. ઘટનાની જાણ થતા બાળકના પરિવારે હોસ્પીટલમાં હંગામો મચાવી દીધો હતો. ત્યાર પછી ડોકટરોએ પોતાની ભુલ સ્વીકારી અને બાળકના પગનું ઓપરેશન કર્યુ હતું.
બાળકના પરીવારજનો અનુસાર ૧૪ વર્ષના પ્રીતમને રમતી વખતે પગમાં ઇજા થઇ હતી. બાળકના પિતાએ સારવાર માટે તેને શહાપુર ઉપજીલ્લા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. જયાં ડોકટરો બાળકના પગનો એકસરે કરાવ્યો અને બધા રીપોર્ટસ તપાસીને કહયું કે ઓપરેશન કરવુ પડશે. પરીવારજનોએ સંમતી આપ્યા પછી ડોકટરો બાળકને ઓપરશન થીયેટરમાં લઇ ગયા અને થોડી વાર પછી તેને વોર્ડમાં શીફટ કરી દીધો.
ત્યાં બાળકની માતાએ પુત્રના પગનો ઘાવ જોવાની કોશીષ કરી તો ખબર પડી કે પગનું ઓપરેશન તો થયું જ નથી. બાળકની માતાએ દેકારો કરતા હોસ્પીટલમાં હંગામો થઇ ગયો હતો પછી જેમ તેમ કરીને ડોકટરોએ બાળકને ફરીથી ઓપરેશન થીયેટરમાં લઇ જઇને તેના પગનું ઓપરેશન કર્યુ હતું.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
