તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 27th June 2024
ગુજરાતના ડોકટર સ્મિત પટેલનું છત્તીસગઢમાં કાર અકસ્માતમાં મોત
તેઓ રિમ્સ હોસ્પીટલ-ગોઢી ખાતે એમડી (મેડીસીન)નો અભ્યાસ કરતા હતા : રાજસ્થાનના પણ એક ડોકટરે જીવ ગુમાવ્યોઃ ૩ વિદ્યાર્થી ઘાયલ

રાયપુર તા. ર૭: આજના જમાનામાં ઝડપી વાહન સાથે યુવાનોમાં ઝડપનો શોખ ઘાતક બની રહેલ છે. છત્તીસગઢના મંદિરહસૌદ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં રાજસ્થાન તથા ગુજરાતના બે યુવાન ડોકટરોના મોત નિપજયા છે. મૃતક અને ઘાયલ બંન્ને રિમ્સ મેડીકલ કોલેજના ડોકટર તથા વિદ્યાર્થીઓ છે.
પોલીસે જણાવ્યા મુજબ ક્રેટા કારમાં ગુજરાતના ડો. સ્મિત પટેલ, રાજસ્થાનના ડો. ઋષભ પ્રસાદ, ડો. શશાંક શકિત અને વિદ્યાર્થી જાંશુ વર્મા હતા. તેઓ વહેલી સવારે ૬ વાગ્યે હોસ્પીટલ જઇ રહ્યા હતા ત્યારે ફુલ સ્પીડમાં ચાલી રહેલ તેમની કાર અનિયંત્રીત બની હતી અને ડીવાઇડર તોડી રોંગ સાઇડમાં ઘુસી અન્ય કાર સાથે અથડાઇ હતી.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
