<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ઈસરો નવો ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે: ચંદ્રયાન-૪ના પાર્ટસને બે વખતમાં અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ ચંદ્ર તરફ જતા ચંદ્રયાન-૪ના પાર્ટસને અંતરિક્ષમાં જ એસેમ્બલ કરવામાં આવશે

ભારતીય અવકાશ સંસ્થા ઈસરોના પ્પ્ડેન્ટ સોમનાથે પ્રમુખે કહ્યું કે, ચંદ્રયાન-૪ એક વખતમા લોન્ચ નહીં થશે. ચંદ્રયાન-૪ના પાર્ટસને બે વખતમાં અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ચંદ્ર તરફ જતા ચંદ્રયાન-૪ના પાર્ટસને અંતરિક્ષમાં જ અસેમ્બલ કરવામાં આવશે. તેનો એ ફાયદો થશે કે, ઈસરો ભવિષ્યમાં પોતાનું સ્પેસ સ્ટેશન આવી જ રીતે જોડીને બનાવશે. એટલે કે, સ્પેસમાં ચંદ્રયાન-૪ અને તેના પાર્ટસને જોડીને ઇસરો એ ટેક્નોલોજી અને ક્ષમતા પણ હાંસલ કરી લેશે કે, તે ભવિષ્યમાં સ્પેસ સ્ટેશન પણ બનાવી લે. એટલા માટે ચંદ્રયાન-૪ મિશન ખૂબ જ જરૂરી છે. સોમનાથે કહ્યું કે, ઈસરો આવો પ્રયોગ પહેલી વાર કરશે. 

ડો. એસ. સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-૪ માટે તમામ પ્લાનિંગ થઈ ચૂકી છે. અમારી પાસે હજું એટલું શક્તિશાળી રોકેટ નથી જે ચંદ્રયાન-૪ને એક જ વખતમાં લોન્ચ કરી શકે. અમારી પાસે ડોકિંગ એટલે કે, સ્પેસક્રાફ્ટના પાર્ટસને જોડવાની ટેક્નોલોજી છે. અમે અમારી આ ટેક્નોલોજીને વધુ ડેવલપ કરી રહ્યા છે. ડોકિંગ ટેક્નોલોજી માટે ઈસરો આ વર્ષના અંત સુધીમાં સ્પેડેક્ષ મિશન મોકલશે. 

 

ડો. સોમનાથે જણાવ્યું કે, ઈસરોનો એ પ્રયાસ છે કે, ૨૦૩૫ સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવી લે અને ભારતીય ટેકનોલોજી અને ક્ષમતા સાથે ૨૦૪૦ સુધીમાં ભારતીયોને ચંદ્ર પર મોકલી શકાય તે માટે અમારા તમામ પ્રયાસો રહેશે.

ભારતીય સ્પેસ સ્ટેશનને પાંચેક ટુકડાઓમાં લોન્ચ કરીને અંતરિક્ષમાં જ જોડવામાં આવશે. આ માટે પહેલો પાર્ટ એલવીએમ-૩ રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે. અનેતેનું પ્રથમ લોન્ચિંગ ૨૦૨૮ માં થશે. 

(4:51 PM IST)