News of Thursday, 27th June 2024
બીજા બાળકને પ્રોત્સાહનની ચીન સરકારની નીતિ બેઅસર : મહિલાઓ હવે બીજું બાળક નથી ઇચ્છતી? : રસપ્રદ કારણ
ન તેમના પતિની વાતની અસર કે ન ચીની સરકારના કોઈ પ્રોત્સાહનની અસર?

ચીન મા હવે એક જ બાળક માટેનો નિયમ હટાવી ને બીજા બાળક ને પ્રોત્સાહન અપાતું હોવા છતાં ત્યાંની મહિલાઓ હવે બીજું બાળક કેમ નથી ઇચ્છતી?
ન તેમના પતિ ની વાત ની અસર કે ન ચીની સરકાર ના કોઈ પ્રોત્સાહન ની અસર થતી દેખાય છે.
ત્રણ અલગ અલગ ક્ષેત્ર ની મહિલાઓ સાથે આ બાબતે વિસ્તાર પૂર્વક વાત કરાઈ હતી. આ મહિલાઓ નો જન્મ નાના પરિવારોમાં થયો હતો, જેમાં એ એક માત્ર બાળક તરીકે ઉછરી હતી અને એવી તકો મેળવતી હતી કે જે પહેલા ફક્ત છોકરાઓને જ મળતી હતી. તેમની પોતાની માતાઓ ને બીજા બાળકો નહોતા તેથી જ તે માતાઓ સારી રીતે ઘરની બહાર કામ કરી શકતી અને તેમની પુત્રીઓ ને પણ એ માટે જ પ્રેરણા આપી હતી.
એક નાણાકીય પેઢીમાં ઉચ્ચ પદ પર કાર્યરત અને તેના પતિ કરતાં વધુ કમાણી કરતી મહિલા કહે છે કે એમની મહિલા બોસ એમને પ્રમોશન આપવા તૈયાર જ હતા પરંતુ પોતાની ગર્ભાવસ્થા ની પાંચ મહિના ની રજા દરમ્યાન એ બોસ નોકરી મૂકીને જતા રહ્યા અને હવે નવા બોસ પ્રમોશન ને બદલે સરખું કામ કરવાની સલાહ આપે છે. તો હવે ફરી બાળક માટે સમય જ નથી.
બીજી એક મહિલા, સિવિલ સર્વન્ટ બનવાના તેના સપનાને અનુસરી રહી છે. પહેલા બાળક ને સંભાળવા ઉપરાંત પતિ અને માતાપિતા ને સમય આપીને એ નોકરી પર જાય છે. એ પછી એની પાસે પોતાની જાત માટે કે સપના અનુસાર પરીક્ષા ની તૈયારી માટે સમય જ નથી, તો બીજા બાળક ને તે સારી રીતે ઉછરી ન શકે એમ જણાવે છે.
ત્રીજી મહિલા એ જણાવ્યા મુજબ તે બેંક મા સારા પગાર સાથે નોકરી કરતી હતી. પરંતુ તેની ગર્ભાવસ્થા મા રોજ લાંબી મુસાફરી અને લાંબા કાર્ય સમય ને કારણે તકલીફ ન પડે એ માટે તેના પતિ અને પરિવારે એ નોકરી મૂકીને નજીકમાં હોય અને ઓછો સમય આપવો પડે એવી નોકરી કરવા ની સલાહ આપી હતી. પરંતુ હવે બાળક આવ્યા પછી એ ઓછા પગાર મા ખુબજ તકલીફ થવા લાગી છે. મોટા ભાગ નો પગાર તો એક બાળક ની પ્લે સ્કૂલ ની ફી અને અન્ય જરૂરિયાતો મા જ પૂરો થઈ જાય છે. આમાં બીજા બાળક નો વિચાર પણ તે કરી શકતી નથી
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
