<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

સંસદમાં NEET પેપર લીક પર સરકાર આપી શકે જવાબ : વિપક્ષે પણ ખાસ પ્લાન બનાવ્યો

જો NEET પર ચર્ચાની મંજૂરી નહીં મળે તો વિપક્ષ વિરોધ પ્રદર્શન કરશે

નવી દિલ્હી :રાષ્ટ્રપતિના સંબોધન પર લોકસભામાં 21 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે. જેમાં ભાજપને 8 કલાકનો સમય આપવામાં આવ્યો છે. અનુરાગ ઠાકુર લોકસભામાં ભાજપ વતી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની ચર્ચાની શરૂઆત કરશે. બીજી તરફ, ઈન્ડિ એલાયન્સમાં સામેલ પક્ષો NEET પર ચર્ચાની માંગ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો NEET પર ચર્ચાની મંજૂરી નહીં મળે તો વિપક્ષ વિરોધ પ્રદર્શન કરશે

(1:13 AM IST)