News of Friday, 28th June 2024
વારાણસીથી નીતા અંબાણીએ ખરીદી દસ લાખ રૂપિયાની લાખ બુટી બનારસી સાડી
બેંગલોરના સિલ્ક પર લગભગ ૬૦૦ ગ્રામ ગોટા-ટિકીવર્ક થયું છે, જેમાં ૪૦૦ ગ્રામ સોના-ચાંદીના તાર વપરાયા છે

મુંબઇ,તા. ૨૮: દીકરાનાં લગ્નનું પહેલું આમંત્રણ આપવા માટે વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયા પછી નીતા અંબાણીએ બનારસી સિલ્કની સાડીઓનું પણ જબરદસ્ત શોપિંગ કર્યું હતું. ખરીદી કરવા માટે નીતા અંબાણીએ દુકાનોમાં ફરવાને બદલે હોટેલ પર જ બનારસના મોટા વણકરોને બોલાવ્યા હતા અને ત્યાં જ દુકાન જેવો માહોલ બની ગયો હતો. એમાંથી તેમણે પરિવાર અને સગાંસંબંધીઓ માટે લગભગ ૧૦૦ બનારસી સાડીઓ ખરીદી હતી.
તેમણે પોતાના માટે લાલચટક રંગ પર સોના-ચાંદીના તારથી લાખ બુટ્ટીઓ બનાવી હોય એવી એક સાડી પસંદ કરી હતી. આ સાડી બે વણકરોએ લગાતાર અઢી મહિનાની મહેનતથી તૈયાર કરી હતી. બેન્ગલોરના સિલ્ક પર લગભગ ૬૦૦ ગ્રામ ગોટા-ટિકીવર્ક થયું છે, જેમાં ૪૦૦ ગ્રામ સોના-ચાંદીના તાર વપરાયા છે. એમાં વપરાયેલા રો મટીરિયલની કિંમત જ ત્રણ લાખ રૂપિયાની છે જે માર્કેટમાં દસ લાખ રૂપિયામાં વેચાય છે. કેટલીક સાડીઓમાં બુટીની સંખ્યા ૧૦૦૦ જેટલી હોય છે, પણ નીતા અંબાણીએ ખરીદેલી સાડીમાં એક લાખ બુટીનું કામ થયું છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
