<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

આઈસ્‍ક્રીમમાં કોની આંગળીનો ટુકડો હતો? DNA રિપોર્ટથી થયુ દૂધનું દૂધ અને પાણીનું પાણી

મુંબઈમાં આઈસ્‍ક્રીમમાંથી નીકળેલી આંગળીના ટુકડા વિવાદમાં થયો મોટો ખુલાસો : મુંબઈ પોલીસે આ મામલે ફોર્ચૂન કંપની સામે FRI પણ દાખલ કરી છેઃ ઘટનાએ દેશને ચોંકાવી દીધો હતો

મુંબઈ,તા. ૨૮: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આઈસ્‍ક્રીમ માંથી આંગળી મળવાની ધટનાએ દેશને ચોંકાવી દીધો હતો. હવે આ મામલે એક નવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની તપાસ મુંબઈ પોલીસે તપાસ કરીને તે વ્‍યક્‍તિની જાણકારી મેળવી છે. જેની આંગળી કપાઈને આઈસ્‍ક્રિમમાં પડી ગઈ હતી. મુંબઈ પોલીસે આ મામલે ફોર્ચૂન કંપની સામે FRI પણ દાખલ કરી છે. DNA રિપાર્ટને આધારે જાણવા મળ્‍યું કે આઈસ્‍ક્રીમ માંથી મળી આવેલ આંગળીનો ટુકડો કોનો છે. આપને જણાવી દઈએ કે આ ઘટનાએ પૂરા દેશમાં હડકમ મચાવી દીધી હતી. આ સાથે ઓનલાઈન ફૂડ આઈટમ મંગાવાને લઈને લોકોના મનમાં એક ડર ઉભો કર્યો હતો.

મળતી માહિતી મુજબ આઈસ્‍ક્રીમમાં કપાયેલ આંગળીનો ટુકડો પૂણેની ફોર્ચ્‍યૂન કંપનીમાં કામ કરતા આસિસ્‍ટન્‍ટ ઓપરેટર મેનેજર ઓમકાર પોટેનો છે. ગુરુવારે આવેલ DNA રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો. ૧૧ મે ૨૦૨૪ના રોજ આઈસ્‍ક્રીમની પેકિંગ કરતી વખતે ઓમકાર પોટેના જમણા હાથની વચ્‍ચેની આંગળી કપાઈ ગઈ હતી. બેદરકારી એટલી હદ સુધી કે સ્‍પોટ મોનિટરિંગ વિના આઈસ્‍ક્રીમ પેક કરવામાં આવ્‍યો હતો. આઈસ્‍ક્રીમ પેકેટ પર મેન્‍યુફેક્‍ચરિંગ ડેટ પણ એ જ દિવસની છે. આ ખુલાસા બાદ મુંબઈ પોલીસે ફોર્ચ્‍યુન કંપની વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્‍યા બાદ કંપનીમાં જવાબદાર અધિકારી સામે ધરપકડની તલવાર લટકી રહી છે.

મુંબઈના મલાડમાં એક વ્‍યક્‍તિએ આઈસ્‍કીમ ખાતી વખતે તેના આઈસ્‍ક્રીમ માંથી આંગળીનો ટુકડો મળી આવ્‍યો હતો, જે આઈસ્‍કીમ ખાતી વખતે તેના મોઢામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ તેને ખબર પડી કે આ કોઈ વ્‍યક્‍તિની કપાયેલી આંગળી છે. ત્‍યારબાદ તે યુવકે મલાડ પોલીસ સ્‍ટેશનમાં આઈસ્‍ક્રીમ માંથી આંગળી નીકળીની ફરિયાદ કરી હતી. યુવકે આઈસ્‍ક્રીમને ઓનલાઇન જેપ્‍ટો એપથી મંગાવી હતી.

તમારી જાણકારી માટે જણાવીએ કે જે આઈસ્‍ક્રીમ માંથી આંગળીનો ટુકડો મળી આવ્‍યો હતો. તે આઈસ્‍ક્રીમ યમ્‍મો બ્રાન્‍ડની હતી. આ કંપનીની શરૂઆત વર્ષ ૨૦૧૨માં થઈ હતી. યુમ્‍મો આઈસ્‍ક્રીમની સ્‍થાપના વેકો ફૂડ કંપની દ્વારા કરવામાં આવી હતી. કંપની પાસે ફ્રોઝન ડેઝર્ટ અને અન્‍ય ખાદ્ય પદાર્થની ઘણી બ્રાન્‍ડ્‍સ છે. આ આઈસ્‍ક્રીમ કોનનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્‍યા છે. લોકો આના પર ધણી કોમેન્‍ટ કરી રહ્યા છે. આ મામલો ઘણા લોકો માટે ચોંકાવનારો છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી રહ્યા છે.

(9:40 AM IST)