News of Friday, 28th June 2024
કમ્પ્યુટરનું જ્ઞાન ઝીરો : મોબાઈલનો ઉપયોગ ફક્ત મનોરંજન માટે
૯૨.૫ ટકા ભારતીયોને એક ડિવાઇસને અન્ય ડિવાઇસ કનેક્ટ તેમજ ૭૫.૪ ટકાને ફોલ્ડર અને ૭૬.૭ ટકાને કોપી પેસ્ટ કરતા આવડતું નથી : ૧૪ ટકા જ બનાવી શકે છે ટેક્ષ્ટ ફાઈલ : ૧૨ ટકા મોકલી શકે છે મેઈલ : ચંદીગઢના લોકો સૌથી વધુ કોમ્પ્યુટર ફ્રેન્ડલી : છત્તીસગઢ અને ત્રિપુરામાં ૯૬ ટકાનેᅠમેઈલ મોકલતા નથી આવડતુંᅠ

ભીલાઈ તા. ૨૮ : દેશના અંદાજે ૧.૨ લોકોની પાસે મોબાઈલ છે. તમીથી અંદાજે ૭૧ કરોડ યુઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. અંદાજ છે કે ૨૦૩૦ સુધી દેશમાં અંદાજે ૯૬ ટકા સ્માર્ટ ફોનનો ઉપયોગ થશે. હાલમાં દેશની ૫૬.૨ ટકા વસ્તી મોબાઈલનો ઉપયોગ ફકતᅠમનોરંજન માટે કરે છે. બીજી બાજુ કોમ્પ્યુટર સાક્ષરતા મામલે શહેરી અને ગ્રામીણ યુવાઓનું જ્ઞાન અત્યંત ખરાબ હોય છે. છેલ્લા કેટલાક સમયથી આવેલા નેશનલ સેમ્પલ સર્વેનાᅠસર્વેક્ષણ માંᅠસામે આવ્યું છે કે કમ્પ્યુટર લિટરસીᅠ સૌથી વધુ ચંદીગઢમાં ૪૧.૮ ટકા છે. બીજા સ્થાન પર દિલ્હીનીᅠ૩૮.૯ ટકા વસ્તી કમ્પ્યુટર ફ્રેન્ડલી છે. ત્રિપુરાની ૯૬ ટકા વસ્તીને કમ્પ્યુટરનું જ્ઞાન નથી. ત્યાર બાદᅠછત્તીસગઢ છેᅠજયાં ૯૫.૧ ટકા વસ્તીને ઇમેઇલᅠ કરતા આવડતું નથી. સર્વેક્ષણના સેમ્પલથી તથ્ય સામે આવ્યા કે લોકો ભલે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન પર મનોરંજન કરી રહ્યા હોય પરંતુ કમ્પ્યુટરᅠપર ફાઈલ ફોલ્ડર બનાવવાથી માંડીનેᅠ તેને કોપી અને પેસ્ટ કરવાની સમજ સ્પષ્ટ નથી.ᅠ
રિપોર્ટ દર્શાવે છે કે દેશના ૧૪.૨ ટકા કમ્પ્યુટર યુઝર જ ટેક્ષ્ટ ફાઈલ ક્રિએટ કરી શકે છે. જયારેᅠ૧૨ ટકા મેલ મોકલી શકે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અન્ય પ્રદેશોના પ્રમાણે રાજયોથી વધુ સ્થતિ સારી છે.
રીપોર્ટᅠના જણાવ્યા મુજબ, ૭૬.૭ ટકા ભારતીયોને કમ્પ્યુટર ફોલ્ડર બનાવતા આવડતું નથી. ૭૬.૭ ટકા ભારતીયોને એક ડોકયુમેન્ટમાંથીᅠજાણકારી કોપી,પેસ્ટ કરતા આવડતું નથી. ૮૪.૪ ટકા ભારતીયોને મેલની સાથે અટેચમેન્ટᅠમોકલતા આવડતું નથી. ૮૭.૫ ટકા ભારતીયોને કમ્પ્યુટરમાં નવો સોફટવેર ઇન્સ્ટોલ કરતા આવડતું નથી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
