News of Friday, 28th June 2024
સિંહોનું બ્રીડીંગ સેન્ટર બનશે રાજસ્થાનનો સજ્જનગઢ બાયોલોજીકલ પાર્ક : જૂનાગઢથી આવનાર પહેલી જોડીથી થશે બ્રીડીંગનો પ્રારંભ

ઉદયપુર તા. ૨૮ : સજ્જનગઢ બાયોલોજીકલ પાર્કમાં બની રહેલ લાયન સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજન માટે જ નથી બનાવાઇ રહ્યો, પણ ભવિષ્યમાં તેને સિંહોના બ્રિડીંગ સેન્ટરના રૂપમાં વિકસાવવાની પણ યોજના છે. અહીં બ્રીડીંગની શરૂઆત જૂનાગઢથી આવનાર નર અને માદા સિંહની પહેલી જોડીથી થશે. ત્યાર પછી અન્ય જગ્યાઓએથી આવનાર સિંહો પણ વસ્તી વધારશે.
સજ્જગઢ બાયોલોજીકલ પાર્કમાં જંતુઆલય વિકાસ ટ્રસ્ટ તરફથી ૩૪૫ લાખ રૂપિયાનો ખર્ચ થશે. અહીં ૨૦ હેકટરના વિસ્તારમાં લાયન સફારીનું નિર્માણ કરાઇ રહ્યું છે. હોલ્ડીંગ એરીયામાં ૧૦ પાંજરાઓ બનાવાઇ રહ્યા છે. જંતુઆલય વિકાસ ટ્રસ્ટના સેક્રેટરી અને ઉપવન સંરક્ષક દેવેન્દ્રકુમાર અગ્રવાલ અનુસાર, સજ્જનગઢને સિંહોના કુદરતી આવાસના રૂપમાં વિકસીત કરવાની યોજના છે જેથી તેમને પ્રજનન માટે યોગ્ય વાતાવરણ મળી શકે. જ્યારે અહીં સિંહોની વસ્તી વધશે તો તેમને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અન્ય ઝુઓને પણ આપી શકાશે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
