News of Friday, 28th June 2024
દિલ્હી-હરિયાણાના રસ્તાઓ પર ધૂઘવતા વરસાદી પાણી : કર્ણાટકમાં ભારે વરસાદથી શાળાઓ બંધ : કેરળમાં પરીક્ષાઓ રદ : જુઓ વીડિયો
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ:દિલ્હીના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા: ગુરુગ્રામ અને યુપીમાં પણ જળબંબાકાર

#WATCH | Delhi: Heavy rainfall in national capital leads to severe waterlogging
— ANI (@ANI) June 28, 2024
(Visuals from ITO) pic.twitter.com/1mSiXxiON4
નવી દિલ્હી. દેશભરમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ભારે વરસાદને જોતા કર્ણાટકમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, આ સાથે આંગણવાડીઓ પણ બંધ કરી દેવામાં આવી છે
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં સતત ભારે વરસાદ ચાલુ છે. આવી સ્થિતિમાં સ્થાનિક પ્રશાસને શાળાઓમાં રજા જાહેર કરી છે. ગુરુવારે કન્નડ ડેપ્યુટી કમિશનર મુલ્લાઇ મુહિલન દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, જિલ્લામાં શાળાઓ 30 જૂન સુધી બંધ રહેશે.
કર્ણાટકની સાથે સાથે કેરળમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીં પણ બે દિવસ માટે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. કેરળના પથાનમથિટ્ટા, કોટ્ટયમ, અલાપ્પુઝા, ઇડુક્કી, એનારકુલમ અને વાયનાડમાં 27 જૂન સુધી શાળાઓ બંધ રહી હતી. તેમજ પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી છે
ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે, જેના કારણે દેશના લગભગ તમામ રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. રાજધાની દિલ્હીમાં ગુરુવાર સાંજથી સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. માર્ગો પર ભીડના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત રોડ કિનારે પાર્ક કરેલી કાર પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આટલું જ નહીં વરસાદના કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર છતનો એક ભાગ પડી ગયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. દિલ્હી ડૂબી ગયું પાટનગરમાં સતત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે.
સતત ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે
સતત મુશળધાર વરસાદને કારણે હરિયાણાના ગુરુગ્રામના વિવિધ ભાગોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે.
દિલ્હીમાં એઈમ્સની આસપાસ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા.
#WATCH | Uttar Pradesh: Several parts of Moradabad city face waterlogging after incessant heavy rainfall.
— ANI (@ANI) June 28, 2024
Visuals from PS Katghar area. pic.twitter.com/IkdL9hhpIu
#WATCH | Haryana: Severe waterlogging in different parts of Gurugram, following incessant heavy rainfall.
— ANI (@ANI) June 28, 2024
Visuals from Golf Course Extension Road. pic.twitter.com/HdtEcdDxQX
#WATCH | Drone visuals around AIIMS in Delhi show the current situation in the area as it remains waterlogged due to incessant heavy rainfall.
— ANI (@ANI) June 28, 2024
(Visuals shot at 10:30 am) pic.twitter.com/GCRpNxJ0vb
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
