News of Friday, 28th June 2024
12 જુલાઈએ અનંત અને રાધિકાના લગ્ન, આશીર્વાદ સમારોહ અને રિસેપ્શન પાર્ટી કયા દિવસે યોજાશે ?જાણો ક્યારે છે સમગ્ર કાર્યક્રમ
અનંત-રાધિકાનું વેડિંગ કાર્ડ ગોલ્ડન કલરના બોક્સમાં છે. જેને ખોલતા જ ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની તસવીર જોવા મળે:તસવીર હટાવતા જ વૈદિક મંત્રોની મનોહરી ધુન સંભળાય છે

ફોટો 12 નોટિફિકેશન
મુંબઈ :રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે આગામી જુલાઈમાં મહિનામાં યોજાવાના છે. જેની ચર્ચામાં દેશ-વિદશમાં થઈ રહી છે. ત્યારે આ લગ્નનું કાર્ડ સામે આવી ચૂક્યું છે. ત્યારે જાણો ક્યારે છે લગ્નના કાર્યક્રમ.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં થવાના છે. જે બાદ 13 જુલાઈના રોજ આશીર્વાદ સમારોહ અને 14 જુલાઈના રોજ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવશે. અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. કાર્ડની ડિઝાઈન અને ભવ્યતા ખૂબ જ શાનદાર છે.
હાલમાં જ અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ સૌ પ્રથમ વેડિંગ કાર્ડ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા વિશ્વનાથને અર્પિત કર્યું હતું. અનંત-રાધિકાનું વેડિંગ કાર્ડ સોનાની મૂર્તિઓ અને ચાંદીના મંદિરથી સજાવવામાં આવેલું છે.
અનંત-રાધિકાનું વેડિંગ કાર્ડ ગોલ્ડન કલરના બોક્સમાં છે. જેને ખોલતા જ ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની તસવીર જોવા મળે છે. આ તસવીર હટાવતા જ વૈદિક મંત્રોની મનોહરી ધુન સંભળાય છે. ચાંદીના ગોલ્ડન કલરના ડબ્બામાં લગ્નના આયોજનનું આમંત્રણ મૂકવામાં આવ્યા છે.
આ વેડિંગ કાર્ડમાં જ ચાંદીના મંદિરમાં ગણેશજી, માતા દુર્ગા, રાધા કૃષ્ણ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સ્વર્ણ પ્રતિમાઓ પણ રાખવામાં આવી છે. આ સાથે જ તેમાં ARના નામથી કપડાં, વાદળી શાલ અને ગિફ્ટથી ભરેલો ચાંદીનો ડબ્બો છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
