News of Friday, 28th June 2024
પેરૂમાં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના : એલર્ટ જાહેર

પેરૂ તા. ૨૮ : પેરૂમાં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેના પછી સુનામીનો ખતરો છે. એટીકિપા જિલ્લામાંથી ૮.૮ કિલોમીટર દૂર ભૂકંપ આવ્યા પછી તરત જ US જિયોલોજિકલએ તીવ્રતાનું રેટિંગ વધાર્યું. યુએસ જિયોલોજિકલ સર્વેએ કહ્યું કે મધ્ય પેરુના દરિયાકાંઠે ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના મોજા ઉછળવાની સંભાવના છે. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે અગાઉ કહ્યું હતું કે કોઈ ખતરો નથી. ભૂકંપ બાદ એવી ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક દરિયાકિનારા પર ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપ સવારે ૧૧.૦૬ વાગ્યે આવ્યો હતો. આ પહેલા પેરૂમાં ૧૬ જૂને ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હકીકતમાં, દક્ષિણ અમેરિકન દેશ પેરૂ ફરી એકવાર જોરદાર ભૂકંપથી હચમચી ગયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૨ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પેરૂના એટીક્વિપા જિલ્લાથી ૮ કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. હાલમાં, આ ખતરનાક ભૂકંપ બાદ પેરુમાં જાનમાલના નુકસાનની હદ અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ સુનામીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પેરૂમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પેરૂમાં ૭.૨ની તીવ્રતાના જબરદસ્ત આંચકા અનુભવાયા હતા. જે બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જયાં જયાં રસ્તાઓ પર વાહનોની અવરજવર રહેતી હતી ત્યાં ડરના કારણે તે થંભી ગયા હતા. આ પહેલા ૧૬ જૂને પેરૂમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જયારે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૯ માપવામાં આવી હતી. જોકે, ૧૬ જૂને આવેલા ભૂકંપમાં કોઈ જાનહાની કે જાનહાનિ થઈ ન હતી
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
