<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ઇન્‍દોરમાં ૨૦ મુસ્‍લિમો હિન્‍દુ બન્‍યા

૧૨ પુરૂષો અને ૮ મહિલાઓએ મંદિરમાં જઇને ધર્મ અંગિકાર કર્યો

નવી દિલ્‍હી,તા. ૨૮: મધ્‍યપ્રદેશના ઈન્‍દોરમાં એક સાથે ૨૦ મુસ્‍લિમોએ પોતાનો ધર્મ બદલ્‍યો છે. સામૂહિક ધર્મ પરિવર્તન ઈન્‍દોરના એ જ ખજરાના ગણેશ મંદિરમાં થયું હતું જયાં એપ્રિલમાં ૮ મુસ્‍લિમોએ સનાતન ધર્મ અપનાવ્‍યો હતો. અહીં ધર્મ પરિવર્તન માટે વિશેષ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ઈન્‍દોરના ખજરાના મંદિરમાં મુસ્‍લિમ સમુદાયના ૨૦ લોકોએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. શુક્રવારે ખજરાના ગણેશ મંદિરે પહોંયેલી લઘુમતી સમાજની મહિલાઓ અને પુરૂષોએ ધાર્મિક વિધિ મુજબ સનાતન ધર્મ અંગીકાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કરનારા લોકોમાં એક ઈન્‍દોરના ખજરાના વિસ્‍તારનો નાગરિક છે અને બાકીના અન્‍ય જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે.

ધર્મ પરિવર્તન કરનારાઓમાં ૧૨ પુરુષો અને ૮ મહિલાઓનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે હિંદુ ધર્મ વિશે સંપૂર્ણ માહિતી ભેગી અને અભ્‍યાસ કર્યા પછી જ તેમણે તેને અપનાવવાનું નક્કી કર્યુ. આ લોકોને ખજરાના ગણેશ મંદિરમાં મંત્રોચ્‍ચાર સાથે ઘરે પરત ફર્યા હતા. ખજરાના મંદિરે આવતા પહેલા તમામને પાટીદાર સમાજની ધર્મશાળામાં પંડિતોએ ગૌમૂત્ર, માટી અને ૧૦ નદીઓના પાણીથી સ્‍નાન કરાવ્‍યું હતું. આ પછી તેને ભગવા કપડા પહેરાવી ખજરાના મંદિરમાં લાવવામાં આવ્‍યા હતા. અહી ધાર્મિક વિધિઓ દરમિયાન તેમનો ધર્મ બદલવામાં આવ્‍યો હતો.

૨૭મી એપ્રિલે આ જ મંદિરમાં ૮ મુસ્‍લિમોએ સનાતન ધર્મ અપનાવ્‍યો હતો. ખજરાના રહેવાસી હૈદરે પોતાનું નામ બદલી નાખ્‍યું હતું, ત્‍યારબાદ તેણે પોતાનું નામ બદલીને હરિ કરી દીધું હતું. હરિના ધર્મ પરિવર્તનના

બે દિવસ બાદ અજાણ્‍યા આરોપીઓએતેના ઘર પર પથ્‍થરમારો કર્યો હતો .

ધર્મ સાથે ઓળખ બદલાઈ

૧ - નીલોફર શેખ થી નિકિતા ૨- અક્ષન શેખ થી આકાશા ૩- રઝાક સૈયદ થી રોહિત ૪- અંજુમ શાહ થી આરતી ૫- અબરાર થી અભિષેક ૬- મુબારિક થી મનીષ ૭- જમીલા બી થી જમના બાઈ ૯- રહેમાન થી હીરાલાલ ૧૦ - રઈસ થી રાજુ ૧૧ - રઈસ ખાન થી અર્પિત ૧૩- સૂર્યા બી થી પૂજા ૧૪ - મેહરૂન બી થી મમતા ૧૫ - કાલુ ખા થી કરુલાલ ૧૬- રુકૈયા થી રુકમણી ૧૭ - ઝરીના બી થી જાનવી ૧૮ - ઝાકિર થી રાહુલ ૧૯ રઝિયા થી રાની ૨૦ - શમીમ શાહથી શાનું.

(4:18 PM IST)