<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

શિમલામાં ભુસ્‍ખલનઃ ૮ મોટર કાર ક્ષતિગ્રસ્‍તઃ ઘરોમાં પાણી ઘુસ્‍યા

હિમાચલમાં પ્રથમ વરસાદમાં જ થઇ ખાનાખરાબી

શિમલા તા.૨૮ : હિમાચલ પ્રદેશમાં પ્રવેશતાની સાથે જ દક્ષિણ પヘમિ ચોમાસાએ તબાહી મચાવી દીધી છે. આ વખતે, ગત વર્ષની સરખામણીમાં મોડા આવેલા પ્રથમ ચોમાસાના વરસાદને કારણે શિમલામાં વિવિધ સ્‍થળોએ ભૂસ્‍ખલનને કારણે વ્‍યાપક નુકસાન થયું છે. આઠ જેટલા વાહનો કાટમાળ નિચે દબાયા છે.

શહેરમાં માલ્‍યાણા, ચમિયાણા, ભટ્ટકુફર, મીની કુફતધાર સહિત અન્‍ય સ્‍થળોએ ભારે નુકસાન થયું છે. ચમિયાણામાં રોડ કિનારે પાર્ક કરેલા ત્રણ વાહનો કાટમાળ નીચે દટાયા હતા. જ્‍યારે માલ્‍યાણામાં પહાડી પરથી મોટા પથ્‍થરો રસ્‍તાના કિનારે પાર્ક કરેલા ચાર વાહનો પર પડ્‍યા હતા. જેના કારણે બે વાહનો સામસામે આવી ગયા હતા.ભટ્ટકુફરમાં ભૂસ્‍ખલનને કારણે રોડ કિનારે પાર્ક કરેલી એક કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્‍ત થઈ ગઈ હતી. કાટમાળના કારણે મીની કુફતધારનો રસ્‍તો ગટરમાં ફેરવાઈ ગયો હતો. શહેરની ઇદગાહ કોલોનીમાં પણ નુકસાન થયું છે. ડેમ તુટી જવાથી રસ્‍તો બંધ થઈ ગયો છે. પાગોગ રોડ પર પથ્‍થરો અને કાટમાળના કારણે વાહનવ્‍યવહાર પ્રભાવિત થયો હતો. સાથે જ જુંગા રોડ પરના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ખલીનીમાં પણ ભૂસ્‍ખલન થયું છે.

(4:26 PM IST)