હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રમા પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે: વર્ષે ત્રણ ગેસ સિલિન્ડર મફત:મહિલાઓને દર મહિને 1500 મળશે
મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીના મોરચે લડી રહેલી પ્રજાને મોટી રાહત આપી

મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીના મોરચે લડી રહેલી પ્રજાને મોટી રાહત આપી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, મુંબઈ રીઝનમાં ડિઝલ પરનો ટેક્સ 24 ટકાથી ઘટાડીને 21 ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ 26 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવશે. આનો અમલ થયા બાદ પ્રતિ લિટર ડિઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો અને પ્રતિ લિટર પેટ્રોલની કિંમતમાં 65 પૈસાનો ઘટાડો થશે
મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે અને ડિઝલની કિંમત 92.15 રૂપિયા છે. નવી રાહત મળ્યા બાદ પેટ્રોલનો ભાવ 103.66 રૂપિયા અને ડિઝલનો ભાવ 90.08 રૂપિયા પર થઈ જશે.
મહારાષ્ટ્ર સરકારે એક કલ્યાણકારી યોજના અંગે પણ મહત્વની જાહેરાત કરી છે. આ અંગે નાણાં મંત્રીએ કહ્યું કે, ‘પાંચ સભ્યોના પાત્ર પરિવારને મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દર વર્ષે ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રી અપાશે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં મહિલાઓને માસિક રૂ.1500 આપવાની યોજના જાહેર કરાઈ છે. આ ભથ્થું 21થી 60 વર્ષની વયની મહિલાઓને મળશે
નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા અજિત પવારે બજેટ ભાષણમાં કહ્યું કે, “રાજ્યમાં જુલાઈ મહિનામાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજના શરૂ કરાશે અને આ યોજના માટે વાર્ષિક 46 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવાશે.” આ ઉપરાંત પવારે રાજ્યના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણાં માફ કરવાની પણ જાહેરાત કરી હતી. .









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
