News of Friday, 28th June 2024
દેશના જળાશયોમાં જળ સંગ્રહ ક્ષમતા 20% ઘટી: નદીઓમાં પાણીનો સંગ્રહ અમુક જગ્યાએ ઓછો તો અમુક જગ્યાએ વધુ
દેશભરના કુલ 150 મોટા જળાશયોમાં ઉપલબ્ધ પાણી તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 20 ટકા જેટલું ઘટી ગયું:છેલ્લા બે સપ્તાહથી જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 21 ટકા

નવી દિલ્હી : દેશભરના કુલ 150 મોટા જળાશયોમાં ઉપલબ્ધ પાણી તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 20 ટકા જેટલું ઘટી ગયું છે. છેલ્લા બે સપ્તાહથી જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 21 ટકા હતા અને તેના પહેલાના સપ્તાહમાં તે 22 ટકા હતા.
સેન્ટ્રલ વોટર કમિશન (CWC) એ તેના નવીનતમ બુલેટિનમાં દેશના મુખ્ય જળાશયોમાં સંગ્રહ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો વિશે માહિતી આપી છે.
CWC અનુસાર, આ જળાશયોમાં હાલમાં ઉપલબ્ધ કુલ પાણીનો સંગ્રહ 36.368 બિલિયન ક્યુબિક મીટર (BCM) છે.
આ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 20 ટકા છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા 46.369 BCM કરતાં ઘણું ઓછું છે. આ પાણી સામાન્ય સંગ્રહ 42.645 BCM કરતાં ઓછું છે.
આ જળાશયોની કુલ જળ સંગ્રહ ક્ષમતા 178.784 BCM છે. આ દેશમાં અંદાજિત કુલ 257.812 BCM સંગ્રહ ક્ષમતાના 69.35 ટકા જેટલું છે.
હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના ઉત્તરીય પ્રદેશમાં 10 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 19.663 BCM છે. હાલમાં આ જળ સંગ્રહ સ્તર 5.239 BCM એટલે કે તેની ક્ષમતાના માત્ર 27 ટકા છે.
આસામ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ અને બિહાર સહિત પૂર્વ વિસ્તારમાં 23 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 20.430 BCM છે. વર્તમાન સંગ્રહ સ્તર 3.643 BCM અથવા ક્ષમતાના 17.83 ટકા છે. આ પાણીનું સ્તર ગયા વર્ષે નોંધાયેલા 17.84 ટકા કરતાં થોડું ઓછું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં 49 જળાશયો છે. તેમની કુલ સંગ્રહ ક્ષમતા 37.130 BCM છે. જો કે, વર્તમાન સંગ્રહ 7.471 BCM અથવા ક્ષમતાના 20.12 ટકા છે.
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત મધ્ય પ્રદેશના 26 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતા 48.227 BCM છે. વર્તમાન સંગ્રહ સ્તર 11.693 BCM એટલે કે ક્ષમતાના 24 ટકા છે.
ગયા વર્ષની સરખામણીએ દક્ષિણ વિસ્તારમાં 20% ઓછું પાણી છે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના દક્ષિણી પ્રદેશમાં 42 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતા 53.334 BCM છે. વર્તમાન સંગ્રહ 8.322 BCM અથવા ક્ષમતાના 16 ટકા છે. જે ગયા વર્ષની સરખામણીએ 20 ટકા ઓછો છે.
નદીઓમાં પાણીનો સંગ્રહ અમુક જગ્યાએ ઓછો અને અમુક જગ્યાએ વધુ છે ઘણા નદીના તટપ્રદેશોમાં પાણીના સંગ્રહ વિશે મિશ્ર સંકેતો આપે છે. સાબરમતી, તાપી, નર્મદા અને બ્રહ્મપુત્રા બેસિનમાં સામાન્ય કરતાં વધુ સારો જળસંગ્રહ જોવા મળ્યો છે.
ગંગા, સિંધુ, માહી અને ગોદાવરી બેસિનમાં સંગ્રહ સામાન્યની નજીક જોવા મળ્યો છે. જો કે, કૃષ્ણા, બ્રહ્માણી, વૈતરણી, મહાનદી અને કાવેરી સહિતની ઘણી નદીઓમાં પાણીના સંગ્રહની ઉણપ છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
