<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

બિહારઃ મધુબનીમાં બની રહેલો બ્રિજ ધરાશાયીઃદસ દિવસમાં પુલ ધરાશાયી થવાની પાંચમી ઘટના

પટણા, તા.૨૯: બિહારમાં પુલ તૂટી પડવાનો સિલસિલો ચાલુ છે. જેમાં હવે મધુબની જિલ્લામાં એક નિર્માણાધીન પુલ તૂટી પડવાના સમાચાર પણ સામે આવ્‍યા છે. બિહારમાં છેલ્લા દસ દિવસમાં પુલ ધરાશાયી થવાની આ પાંચમી ઘટના છે. હવે પુલ તૂટી પડવાને લઈને ફરી એકવાર અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્‍યો છે.

પુલ તૂટી પડવાની આ ઘટના જિલ્લાના માધુપુર બ્‍લોકમાં બની હતી. જ્‍યાં ભૂતિયા નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું કે આ બ્રિજ છેલ્લા ચાર-પાંચ વર્ષથી બની રહ્યો છે. બ્રિજના નિર્માણથી લોકોને આશા હતી કે તેમના વિસ્‍તારમાં વિકાસના કામોને વેગ મળશે. પરંતુ તે પહેલા જ પુલ ધરાશાયી થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે ૧૮ જુલાઈના રોજ પડોશી જિલ્લા અરરિયામાં એક પુલ ઉદઘાટન પહેલા જ તૂટી પડ્‍યો હતો. આનાથી તેના નિર્માણ કાર્ય પર ઘણા પ્રશ્‍નો ઉભા થયા. આ પછી ૨૩ જૂને પશ્‍ચિમ ચંપારણ જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્‍યો હતો. ૨૨ જૂને, સિવાનના મહારાજગંજમાં આવો જ એક અકસ્‍માત થયો હતો અને પોલીસનું એક નાનું વાહન ગંડક કેનાલમાં ખાબકયું હતું.

(9:25 AM IST)