<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

રાજસ્થાનમાં સારો વરસાદ થતાં બનાસ નદીમાં નવાં નીર આવ્યાં

 અમીરગઢ,તા.૩૦,

રાજસ્થાનના સરહદી વિસ્તારમાં સારો વરસાદથતાં બનાસ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે જેને કારણે અમીરગઢ પંથકના લોકોમાં ખુશી જોવા મળી હતી. રાજસ્થાનમાંથી બનાસ નદીનો પ્રવેશ ગુજરાતની સરહદનું છેલ્લા ગામ એવા આવલ ગામની સીમમાંથી પસાર થતી લોકમાતા બનાસે આજે પ્રવેશ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં પાણીના નવા નીર આવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીરની આવક ચાલુ થઇ છે. બનાસ નદી પર અમીરગઢ પાસે બાધવામાં આવેલા ચેકડેમમાં પાણી સાવ તળીયે પહોંચી જવા પામ્યુ છે. જેમાં હવે નવા પાણી ભરાશે એ જાણ થતાં વિસ્તારના તમામ ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

(11:31 AM IST)