<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

માતાના નામે એક વૃક્ષ લગાવી ધરતી માતાને બચાવો: મન કી બાતમાં નરેન્દ્રભાઈનું સંબોધન

લોકસભામાં વિજય મેળવ્યા અને વડાપ્રધાન તરીકે ત્રીજા સત્તા કાળ દરમિયાન પ્રથમ વખત મન કી બાત કાર્યક્રમને સંબોધન કરતા નરેન્દ્રભાઈએ કેરળ અને ચોમાસાના કનેક્શનની વાત કરી હતી. 

તેમણે કહેલ કે ભાગ્યે જ કોઈને ખબર હશે કે કેરળમાં સૌથી વધુ અલગ અલગ પ્રકારની છત્રીઓ બનાવવામાં આવે છે. 

અહીંની આદિવાસી મહિલાઓની મહેનત છે જે આટલી સુંદર છત્રીઓ બનાવે છે. 

કેરળની સંસ્કૃતિમાં છત્રીઓનું વિશેષ મહત્વ છે. તેમણે કાર્થુમ્બી છત્રીની ખાસ વાત કરી હતી. 

નરેન્દ્રભાઈએ તમામ દેશવાસીઓ, દુનિયાના તમામ દેશોના લોકોને અપીલ કરી કે તમારી માતાની સાથે મળી અથવા તેમના નામ ઉપર એક વૃક્ષ જરૂર વાવજો. 

નરેન્દ્રભાઈએ ટોકિયો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓના દેખાવોએ પ્રત્યેક ભારતીયના દિલ જીતી લીધાનું કહ્યું હતું. 

ટોકિયો ઓલમ્પિક પછી આપણા ખેલાડીઓએ પેરિસ ઓલમ્પિકની તૈયારીઓ કરી લીધી છે. તમામ ખેલાડીઓએ સાથે મળી ૯૦૦ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, તેમ વડાપ્રધાનશ્રીએ મનકી બાદમાં કહ્યું હતું.

(12:12 PM IST)