<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

નો હોર્ન પ્‍લીઝઃ બિહારના આ ભાઈ છેલ્લાં પાંચ વર્ષથી હોર્ન વગાડયા વગર ડ્રાઇવિંગ કરી રહ્યા છે

એક કલાક સુધી ચારે બાજુ હોર્નના મોટા અને કર્કશ અવાજ સાંભળીને તેમણે ક્‍યારેય હોર્નનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હતો

પટના,તા. ૧: આજે લોકો રસ્‍તા પર વગર કારણે હોર્ન વગાડતા હોય એ દૃશ્‍ય સામાન્‍ય થઈ ગયું છે. બિહારના પૂર્ણિયા જિલ્લાના રામબાગમાં રહેતા ગૌતમ પાંડે આમાં અપવાદ છે. વિશ્વાસ કરવો મુશ્‍કેલ છે, પણ તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ વખત હોર્ન નથી વગાડ્‍યું. ગૌતમભાઈ ૨૦૧૯થી જ હોર્નનો ઉપયોગ કર્યા વગર ડ્રાઇવ કરી રહ્યા છે અને લોકોને પણ ‘નો હોર્ન પ્‍લીઝ'નું મહત્ત્વ સમજાવી રહ્યા છે. યુનાઇટેડ નેશન્‍સમાં એન્‍જિનિયર તરીકે ફરજ બજાવનારા અને હાલ નિવૃત્ત ગૌતમ પાંડેને હોર્ન માર્યા વગર ટ્રાવેલ કરવાનું ગમે છે. તેમણે હોર્ન-ફ્રી ડ્રાઇવિંગનો નિર્ણય ૨૦૧૮માં લીધો હતો જયારે તેઓ બસ-સ્‍ટેન્‍ડ પર ઊભા હતા. એક કલાક સુધી ચારે બાજુ હોર્નના મોટા અને કર્કશ અવાજ સાંભળીને તેમણે ક્‍યારેય હોર્નનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ વસ્‍તુ તેમની લાઇફસ્‍ટાઇલનો એક ભાગ બની ગઈ છે.

ગૌતમ પાંડેનું કહેવું છે કે લોકોએ ડ્રાઇવિંગ કરતી વખતે કેટલીક આદતો બદલવાની જરૂર છે. મનુષ્‍યને કંઈ પણ સાંભળવા માટે ઓછામાં ઓછા ૫૦ ડેસિબલના અવાજની જરૂર હોય છે. હોન્‍કિંગથી આ લિમિટ વધી જાય છે અને ધ્‍વનિ પ્રદૂષણ પેદા થાય છે. એ ઘણી વાર સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે અને મેન્‍ટલ હેલ્‍થ માટે પણ નુકસાનકારક છે. ખાસ કરીને પ્રેગ્નન્‍ટ મહિલાઓ અને નવજાત બાળકોને આનું વધુ જોખમ રહે છે. જો આપણે બિનજરૂરી હોર્ન વગાડવાનું બંધ કરી દઈશું તો ધ્‍વનિ પ્રદૂષણને અમુક અંશે ઘટાડી શકાશે.

(9:48 AM IST)