<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

દ્રૌપદીની જેમ મારું ચીરહરણ થઈ રહ્યું હતું અને જનતા મારા માટે કૃષ્ણ બની ગઈઃ મહુઆ મોઇત્રા

TMC સાંસદે કહ્યું- મને આ ગૃહમાં બોલવા ન દીધી પરંતુ મને બેસાડવાના ચક્કરમાં સત્તાધારી ભાજપના 63 સાંસદોને જનતાએ ઘરોમાં બેસાડી દીધા

તૃણુમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ આજે લોકસભામાં આરોપ લગાવ્યો કે હાલની ચૂંટણી દરમિયાન અને તેના થોડા સમય પહેલા સુધી સત્તા પક્ષ દ્વારા તેમનું ચીરહરણ થઈ રહ્યું હતું પરંતુ જનતા તેમના માટે કૃષ્ણ બની ગઈ. 

]  લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ બાદ સંબોધન આપવા ઊભી થયેલી TMC સાંસદે કહ્યું- મને આ ગૃહમાં બોલવા ન દીધી પરંતુ મને બેસાડવાના ચક્કરમાં સત્તાધારી ભાજપના 63 સાંસદોને જનતાએ ઘરોમાં બેસાડી દીધા અને દેશની જનતાએ ભાજપને 303થી 240 સીટ પર લાવી દીધા.

મોઇત્રાએ વધુમાં કહ્યું, દ્રૌપદીની જેમ મારું ચીરહરણ થઈ રહ્યું હતું પરંતુ જનતા મારા માટે કૃષ્ણ બની ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાની સાથે પોતાના ભાષણની શરુઆત કરનાર મોઇત્રાએ કહ્યું- આદરણીય વડાપ્રધાન સર હું તમને વિનંતી કરું છું કે તમે અહીં એક કલાકથી છો, મારી વાત પણ સાંભળતા જાવ… ડરો નહીં, તમે મારા ક્ષેત્રમાં બે વખત આવ્યા તો આજે તો સાંભળતા જાવ, સર.

મોઇત્રાએ પહેલા પોતાના લાંબા સંબોધનમાં ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા. રાહુલે પોતાના ભાષણમાં કહ્યું, ભાજપ તમામ લોકોને ડરાવે છે. દલિતો અલ્પસંખ્યકોને પણ ભાજપ ડરાવે છે. તેમણે કહ્યું, તમે હિંસા અને નફરત ફેલાવો છો પરંતુ કોંગ્રેસ તમારાથી ડરતી નથી, તમે કોંગ્રેસથી ડરો છો. આ પહેલા રાહુલે કહ્યું કે, ભાજપના લોકો પોતાને હિન્દુ હોવાનો દાવો કરે છે પરંતુ હિન્દુ હિંસક નથી હોતા જ્યારે આ લોકો નફરત ફેલાવે છે અને હિંસાને પ્રોત્સાહન આપે છે. જો કે ભાજપે તેમના નિવેદનને હિન્દુ ધર્મ પરનો હુમલો ગણાવીને સંસદમાં ઉઠાવ્યો. વડાપ્રધાન મોદીએ આ અંગે હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે, નેતાએ સમગ્ર હિન્દુ સમાજ પર હિંસક હોવાનો આરોપ લગાવ્યો છે, જે ખોટો છે. તો ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને માફી માગે તેવી માગ કરી

(9:48 PM IST)