<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

લશ્‍કર-એ-તોયબાનો મદદગાર વહીદ પકડાયો : સોપોર અથડામણમાં સામેલ વિદેશી આતંકીઓ સાથે સંપર્કમાં હતો

ભારતીય સેનાને મળી મોટી સફળતા : જમ્‍મુ-કાશ્‍મીરના કુપવાડામાં એક આતંકી ઠેકાણુ નેસ્‍તનાબુદ

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ૩ : જમ્‍મુ કાશ્‍મીરમાં સુરક્ષા દળોએ સંયુક્‍ત રીતે કુપવાડામાં સુરક્ષા બળોના તપાસ અભિયાનમાં આતંકીઓના એક જૂના ઠેકાણા ની ખબર લાગી હતી અને તેને નષ્ટ કર્યું હતું. જ્‍યારે સુરક્ષા દળોને ઉત્તરી કાશ્‍મીરના સોપોરમાં લશ્‍કરે તોઇબા ના આતંકીઓના એક સંયોગીને હથિયારો સાથે પકડ્‍યો હતો.

આ આતંકી ઠેકાનાથી અસલ્‍ટ રાયફલના ૪૦૦ કારતુસ અને એક ગ્રેનેડ તથા પિસ્‍તોલ મળ્‍યા હતા. બારામુલ્લાં જિલ્લાના સોપોર પોલીસને રવિવારે મોડી સાંજે માહિતી મળી હતી કે લશ્‍કરના એક આતંકી મદદગાર મારૂતિ કારમાં ફરી રહ્યા છે. તેઓ હથિયારની એક ખેપ કોઈ જગ્‍યાએ પહોંચાડવાની પ્રયાસમાં હતા. કુપવાળાથી મળેલ સૂચના મુજબ દાદપોરામાં જંગલમાં તપાસ કરી રહેલ સુરક્ષા દળોને આતંકીઓના એક ઠેકાણાની ખબર પડી હતી.

સુરક્ષા દળોએ આ ઠેકાણાની તપાસ દરમિયાન કટાઈ ગયેલા આઠ મેગેઝીન, અસાલ્‍ટ રાયફલના ૪૦૦ કારતુસ,ત્રણ મેગેઝીન, ૧૩ કારતુસ એક પિસ્‍તોલ અને એક ગ્રેનેડ પકડી પાડ્‍યા હતા. અધિકારીઓએ જણાવેલ કે આ ઠેકાનું ખૂબ જ જૂનું લાગે છે અને ઘણા સમયથી તેનો ઉપયોગ કરવામાં આવ્‍યો નથી. આ ઠેકાણાને નષ્ટ કરી દેવામાં આવ્‍યું છે જેથી તેનો ફરીથી ઉપયોગ ન થઈ શકે.

(2:33 PM IST)