News of Wednesday, 3rd July 2024
મને પરેશાન કરાયો,જેલમાંથી છુટકારો ન થાય તે માટે ષડયંત્ર રચાયું:કેજરીવાલની હાઈકોર્ટમાં અરજી: CBI પર ગંભીર આક્ષેપ
તેમણે કહ્યું કે CBI જેવી મુખ્ય તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયા સાથે રમત ન કરી શકે અને સીબીઆઈને પક્ષપાત કે એકતરફી દ્રષ્ટિકોણથી કોઈ પણ ધારણાને દૂર કરતા નિષ્પક્ષતાની સાથે કામ કરવું જોઈએ.

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત એક્સાઈઝ પોલીસી કૌભાંડમાં અંતર્ગત CBI દ્વારા દાખલ કેસમાં જામીન માટે બુધવારે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની CBIએ 26 જૂને તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. જ્યાં તેઓ ED દ્વારા કરવામાં આવેલા મની લોન્ડ્રિંગ કેસમાં હજુ પણ જ્યૂડિશિયલ કસ્ટડીમાં બંધ છે. તેમણે CBI મામલામાં પોતાની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી છે.
કેજરીવાલની જામીન અરજી મુજબ, દિલ્હીના મુખ્યમંત્રીએ CBI વિરુદ્ધ કડક દાવાઓ કર્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2023માં જ્યારે કેજરીવાલને બોલાવવામાં આવ્યા હતા, ત્યારે તેમણે CBIને પૂરો સહયોગ અને સહાયતા પ્રદાન કરી હતી. કેજરીવાલની ધરપકડ સંપૂર્ણરીતે ગેરકાયદે અને ગેરબંધારણીય છે. રિમાન્ડ આદેશ સ્પષ્ટ રીતે નિયમિત છે જેમાં ધરપકડ અને કાર્યવાહીની સંપૂર્ણ પ્રક્રિયા પ્રભાવિત થઈ રહી છે. CBI ચાલી રહેલી તપાસની આજમાં તેમણે સતત પરેશાન કરે છે.
અરજીમાં કેજરીવાલે આને ગંભીર નિરાશા અને ચિંતાનો વિષય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, તપાસ પહેલા જ પૂરી થઈ ગઈ છે અને તેમની ધરપકડનો આધાર બનનારી સામગ્રી પહેલેથી જ એકત્ર કરવામાં આવી રહી છે. CBI જેવી પરમુખ તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયાથી રમત ન કરી શકે અને CBIને પક્ષપાત કે એકતરફી દ્રષ્ટિકોણથી કોઈ પણ ધારણાને દૂર કરતા નિષ્પક્ષતાની સાથે કામ કરવું જોઈએ. આ સ્પષ્ટ રીતે જ ત્રાસ છે.
કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું છે કે અરજદારનું સ્પષ્ટ રીતે ઉત્પીડવ કરવાનું સ્પષ્ટ છે, જે પુરાવાના આધારે તેમની ધરપકડ કરાઈ છે તે પહેલાથી જ રેકોર્ડમાં છે અને કેસ નોંધાયાને 1 વર્ષ 10 મહિના બાદ અને આવા પુરાવાઓ એકઠાં કરાયાને મહિનાઓ પછી ધરપકડ કરવી તે ન તો કાયદાકીય રીતે યોગ્ય છે પરંતુ સ્પષ્ટપણે દર્ભાવના ભરેલું છે. ધરપકડનો સમય તેમણે જેલમાંથી મુક્ત ન થવા દેવા, ટાળવા અને રોકવાનો પ્રયાસ દર્શાવે છે. તેમકે પીએમએલએ કેસમાં તેમણે નિમિત જામીન આપવામાં આવ્યા છે.
દિલ્હી હાઈકોર્ટના સમક્ષ પોતાની જામીન અરજીમાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે સીબીઆઈએ તેમને હેરાન પરેશાન કર્યા છે અને એજન્સીનું આચરણ સ્પષ્ટ રુપે દુર્ભાવનાપૂર્ણ છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે CBI સતત ચાલી રહેલી તપાસની આડમાં તેમણે પરેશાન કરી રહી છે. જેને તેમણે ગંભીર નિરાશા અને ચિંતાનો વિષય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે CBI જેવી મુખ્ય તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયા સાથે રમત ન કરી શકે અને સીબીઆઈને પક્ષપાત કે એકતરફી દ્રષ્ટિકોણથી કોઈ પણ ધારણાને દૂર કરતા નિષ્પક્ષતાની સાથે કામ કરવું જોઈએ.
કેજરીવાલના દાવા મુજબ, જ્યારે એપ્રિલ 2023માં તેમણે બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે સીબીઆઈને પૂરો સહયોગ આપ્યો હતો. પોતાની ધરપકડને સંપૂર્ણપણે ગેરકાયદે, ગેરબંધારણીય અને અસ્થિર ગણાવતા અરજીમાં કહેવાયું છે કે રિમાન્ડ આદેશ નિયમિત રુપે જાહેર કરાય છે, જેનાથી ધરપકડ અને કાર્યવાહીની પૂરી પ્રક્રિયા પ્રભાવિત થાય છે. કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું કે તપાસ હકિકતમાં પહેલાથી જ પૂરી થઈ ગઈ છે અને તેમની ધરપકડનો આધાર બનનારી સામગ્રી પહેલા જ એકઠી કરાઈ છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
