<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રાઈવેટ વીડિયો લીક: કમલા હેરિસ વિશે એલફેલ બોલ્યા: બાઇડનને પણ નિશાને લીધા : જુઓ વિડિઓ

બાઇડનને ડિબેટમાં પછાડ્યા બાદ ટ્રમ્પ એટલા ઉત્સાહિ થઈ ગયા કે તેઓ હવે ખુલ્લેઆમ બાઇડન અને કમલા હેરિસની નિંદા કરવા લાગ્યા

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. આ વર્ષના અંત સુધીમાં અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળશે તેવી આશા છે. રાષ્ટ્રપતિની દોડમાં હાલના પ્રેસિડેન્ટ જો બાઇડન અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળતી હતી પરંતુ હાલની ડિબેટમાં ટ્રમ્પે બાઇડનને ખરાબ રીતે પછાડી દીધા

. હવે શક્યતા છે કે બાઇડન રાષ્ટ્રપતિની દોડમાંથી પીછેહટ કરી શકે છે. તેમની જગ્યાએ કમલા હેરિસનું નામ સામે આવી રહ્યું છે. બાઇડનને ડિબેટમાં પછાડ્યા બાદ ટ્રમ્પ એટલા ઉત્સાહિ થઈ ગયા કે તેઓ હવે ખુલ્લેઆમ બાઇડન અને કમલા હેરિસની નિંદા કરવા લાગ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રાઈવેટ વીડિયો લીક થયો છે. જેમાં તે કહી રહ્યાં છે કે, બાઇડનને તો મેં બહાર કરી દીધા છે હવે કમલા હેરિસ મારી સામે હશે. વીડિયોમાં ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના કદ્દાવર નેતા કમલા હેરિસ અંગે જેમતેમ બોલતા સંભળાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિની દોડમાં સૌથી આગળ ચાલી રહેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો 4 જુલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરાયો છે. વીડિયોમાં ટ્રમ્પ પોતાના પુત્ર બૈરોન ટ્રમ્પની સાથો ગોલ્ફ કોર્ટમાં કારમાં બેઠેલા જોવા મળે છે. 

ટ્રમ્પ વીડિયોમાં બાઇડનને બકવાસ કહી રહ્યાં છે. ટ્રમ્પ કહે છે કે, બાઇડનને તો મેં દોડમાંથી બહાર કરી દીધા છે. તમે સાંભળ્યું જ હશે કે તેઓ હાલ બહાર થયા છે. મેં એવું પણ સાંભળ્યું છે કે બાઇડનની જગ્યાએ હવે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસની પસંદગી કરાશે.

ટ્રમમપે વીડિયોમાં કમલા હેરિસ અંગે પણ જેમતેમ બોલતા સાંભળવા મળે છે. ટ્રમ્પ કહે છે કે, તે ઘણી જ ખરાબ છે, ઘણી જ ખરાબ… તે દયનીય છે. શું તમે કલ્પના કરી શકો છો કે આ લોકો પુતિન અને શી જિનપિંગની આગળ ટકી શકશે. પુતિન અને જિનપિંગ ઘણાં જ ક્રૂર અને કડક છે. ટ્રમ્પ કમલા હેરિસ માટે અપશબ્દોનો ઉપયોગ પણ કરે છે.

આ વર્ષના અંત સુધીમાં અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળી શકે છે. અમેરિકાના ઈતિહામાં આ 60મી રાષ્ટ્રપતિ ચૂંટણી હશે. ચૂંટણી 5 નવેમ્બરે યોજાશે. મતદાતા ચાર વર્ષની અવધિ માટે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરશે.

(12:51 AM IST)