News of Friday, 5th July 2024
ઝોમેટોએ કર્યો મોટો નિર્ણય : દેશભરમાં બંધ કરશે આ અત્યંત મહત્વની સર્વિસ:પ્લે સ્ટોરથી હટાવી દીધી
આ સર્વિસ ફક્ત ઈન્ટ્રાસિટી પેકેજ માટે હતું, જે મહત્તમ વજન 10 કિલો સુધી હતું. પેકેજની શરૂઆતી કિંમત રૂપિયા 35 હતી.

નવી દિલ્હી :ઓનલાઈન ફૂડ ડિલીવરી કરનારી કંપની ઝોમેટોએ પોતાની હાઈપરલોકલ પ્રોડક્ટ ડિલીવરી સર્વિસ 'એક્સટ્રીમ (Xtreme)ને રદ્દ કરી દીધી છે. કંપનીએ Xtreme એપને ગૂગલ પ્લે સ્ટોરથી પણ હટાવી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લખનીય છે કે ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં ઝોમેટોએ આ સર્વિસ શરૂ કરી હતી. Xtremeને લગભગ તમામ એવા શહેરોમાં લોંચ કરવામાં આવેલ કે જ્યાં ઝોમેટો ફૂડ ડિલીવરી પૂરી પાડે છે.
તેણે શેડોફેક્સ, પોર્ટર, લોડશેર દ્વારા પૂરી પાડવામાં આવનારી સર્વિસિસની માફક નાની ઈન્ટ્રાસિટી પેકેજ આપવા માટે નાના અને મોટા વ્યાપારીઓને ટાર્ગેટ કર્યાં. જોકે, હવે એક વર્ષની અંદર આ સર્વિસ બંધ થઈ રહી છે. અલબત ઝોમેટો તરફથી આ અંગે કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે કંપનીના એક અધિકારીનું કહેવું હતું કે આ એક પ્રયોગ હતો અને કોઈપણ દિશામાં તે જઈ શકે તેમ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે Xtreme લોજિસ્ટીક્સ સર્વિસ છે, જે વ્યાપારીઓને પાર્સલ મોકલવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપતી હતી. આ સર્વિસ ફક્ત ઈન્ટ્રાસિટી પેકેજ માટે હતું, જે મહત્તમ વજન 10 કિલો સુધી હતું. પેકેજની શરૂઆતી કિંમત રૂપિયા 35 હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝોમેટો હાઈપરલોકલ ડિલીવરીમાં પ્રવેશ એવા સમયે કર્યો કે જ્યારે આ સેક્ટરની દિગ્ગજ કંપની ડંઝોનો કારોબાર મંદીમાંથી પસાર થતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડંઝો રિલાયન્સ રિટેલ સમર્થિત કંપની છે. ડંઝોના સંચાલનમાં મંદીને લીધે સોફ્ટબેંક સમર્થિત ઓળાએ હાઈપરલોકલ ડિલીવરી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો.
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
