તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Friday, 5th July 2024
લેબર પાર્ટીનો જયજયકાર : સુનકનાં પક્ષના સુપડા સાફ
બ્રિટનમાં ‘અબ કી બાર ૪૦૦ કે પાર' : ૧૪ વર્ષ બાદ સત્તા પરિવર્તન : કીર સ્ટાર્મર બનશે પીએમ : સુનકનું રાજીનામું : ૬૫૦ સભ્યોવાળા ગૃહમાં લેબર પાર્ટીએ ૪૧૦ બેઠકો જીતી : કન્ઝર લેબર પાર્ટીના ફાળે માત્ર ૧૧૯ બેઠક

લંડન, તા.૫: ભારતમાં આ વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ દ્વારા ૪૦૦નો સ્લોગન આપવામાં આવ્યો હતો, જેનો પ્રચાર દરમિયાન વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ વાત સાચી સાબિત થઈ શકી નથી પરંતુ આ આંકડાને સ્પર્શતા બ્રિટનમાં લેબર પાર્ટી માટે સાચુ બન્યું છે. બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં લેબર પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. પાર્ટીએ વધુમાં વધુ સીટો મેળવવાના ઘણા જૂના રેકોર્ડ તોડીને ૪૦૦નો આંકડો પાર કર્યો છે. બ્રિટનના ૬૫૦ સભ્યોના હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી માટે ૩૨૬ બેઠકો જરૂરી છે. બ્રિટનમાં કીર સ્ટારમરના નેતળત્વમાં લેબર પાર્ટીએ ૪૧૦ સીટો જીતી છે. ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીમાં પાર્ટીએ તેની સીટો બમણી કરી છે. ૨૦૧૯ની સરખામણીમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની સીટોમાં ૨૫૦ સીટોનો ઘટાડો થયો છે. આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ ૧૧૯ સીટો સુધી સીમિત જણાય છે. આ પાર્ટીની સૌથી ખરાબ હાર છે. આ બે મુખ્ય પક્ષો સિવાય લિબરલ ડેમોક્રેટ્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ૭૧ બેઠકો જીતી.
૨૦૧૯ની ચૂંટણીમાં, કન્ઝર્વેટિવ પાર્ટીએ ૬૫૦ બેઠકોની સંસદમાં ૩૬૪ બેઠકો જીતી અને બોરિસ જોનસન વડા પ્રધાન બન્યા. ૨૦૧૯ની ચૂંટણીમાં વિપક્ષી લેબર પાર્ટીની સીટોની સંખ્યા ઘટીને ૨૦૩ થઈ ગઈ હતી. બ્રિટિશ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત સાથે જ ઋષિ સુનકની પીએમ તરીકેની સફર સમાપ્ત થઈ ગઈ છે. તેણે પોતાની હાર સ્વીકારી લીધી છે. સુનક ઓક્ટોબર ૨૦૨૨માં બ્રિટનના વડાપ્રધાન બન્યા, તેઓ લગભગ ૧૮ મહિના સુધી બ્રિટનના પીએમ રહ્યા. લેબર પાર્ટી, કીર સ્ટારમરના નેતળત્વ હેઠળ, સુનાકના કન્ઝર્વેટિવ્સને ૧૪ વર્ષ પછી સત્તા પરથી હટાવી દીધી છે. લેબર પાર્ટી ૨૦૧૦ પછી સત્તામાં આવી છે અને ૧૯૯૭માં ટોની બ્લેર બાદ લેબર પાર્ટીની આ સૌથી મોટી જીત છે.
લેબર પાર્ટીના કીર સ્ટારર બ્રિટનના નવા વડાપ્રધાન બનવાના છે. સ્ટારમર ૨૦૨૦ માં લેબર પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા હતા, જેરેમી કોર્બીનને બદલીને. આ ચૂંટણીમાં તેમને મોટી સફળતા મળી છે. સ્ટારમર ૨૦૧૫ માં ઉત્તર લંડનમાં હોબર્ન અને સેન્ટ પેનક્રાસ માટે સાંસદ બન્યા. સ્ટારમરના પિતા ટૂલમેકર હતા અને તેમની માતા નર્સ તરીકે કામ કરતી હતી. તેણે રીગેટ ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યો. તે શાળા પછી યુનિવર્સિટીમાં જનાર તેના પરિવારનો પ્રથમ સભ્ય બન્યો. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે.
સ્ટારમર ૧૯૮૭માં બેરિસ્ટર બન્યા. ૯૦ના દાયકામાં તે ઘણા હાઈ-પ્રોફાઈલ કેસ લડવાના કારણે હેડલાઈન્સમાં રહ્યા હતા. ત્યારબાદ, ૨૦૦૮ માં, સ્ટારમર જાહેર કાર્યવાહીના ડિરેક્ટર તરીકે ચૂંટાયા, જે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સૌથી વરિષ્ઠ ફોજદારી ફરિયાદી પોસ્ટ છે. રાજકારણમાં પ્રવેશ્યા પછી, તેઓ ૨૦૨૦ માં પાર્ટીના નેતા બન્યા અને ૨૦૨૪ની ચૂંટણીમાં પાર્ટીને મોટી જીત તરફ દોરી ગયા. હવે તેઓ બ્રિટનના પીએમ બનવા જઈ રહ્યા છે
આ સિવાય બ્રિટનના સંરક્ષણ પ્રધાન ગ્રાન્ટ શૅપ્સ, ન્યાય પ્રધાન એલેક્સ ચાક અને કેબિનેટ પ્રધાન મિશેલ ડોનેલને પણ હારનો સામનો કરવો પડ્યો છે. જો કે, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા જેરેમી હંટ, જેમને નબળા માનવામાં આવતા હતા, તેઓ હજુ પણ આગળ છે. દક્ષિણ ઈંગ્લેન્ડમાં લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીએ કન્ઝર્વેટિવ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. લિબરલ ડેમોક્રેટ્સે દક્ષિણ ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જમણેરી નેતા નિગેલ ફેરેજની પાર્ટી રિફોર્મ યુકે માટેના સમર્થનમાં પણ ઘટાડો થયો છે.
કન્ઝર્વેટિવ સરકારમાં ભૂતપૂર્વ પ્રધાન જોની મર્સર પણ હારી ગયા. શિક્ષણ મંત્રી ગિલિયન કીગનને પણ હારનો સામનો કરવો પડ્યો છે. સંસ્કળતિ મંત્રી લ્યુસી ફ્રેઝર-ઈલીને પણ હાર મળી છે. બ્રિટનની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામો અનુસાર, લેબર પાર્ટીએ જંગી જીત મેળવી છે અને ૬૫૦માંથી ૪૧૧ બેઠકો પર જીત મેળવી છે. તે જ સમયે, સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી ૧૧૯ બેઠકો પર ઘટી છે. લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમર બ્રિટનના આગામી વડાપ્રધાન બનશે. ઋષિ સુનકે પીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને કીર સ્ટારરને તેમની જીત પર અભિનંદન પણ પાઠવ્યા છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
