News of Friday, 5th July 2024
બે વર્ષમાં જનરલકોચના રેકોર્ડ ઉત્પાદનનું રેલ્વેનું લક્ષ્યઃ બધી ટ્રેનોમાં વધારવામાં આવશે જનરલ કોચ
દસ હજાર નોન એસી કોચ બનાવશે રેલવે

બિલાસપુરઃ જનરલ કોચમાં મુસાફરી કરતા મધ્યમ અને ગરીબ વર્ગના પેસેંજરોને રેલ્વે મોટી રાહત આપવાની છે. વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ માં રેલવે ૧૦૦૦૦ નોન એસી કોચ બનાવી શકે છે.આ કોચ બનવાથી જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોને અમૃત ભારત એસએલઆર કોચમાં ઉચ્ચસ્તરીય મુસાફરીનો અનુભવ મળશે. જનરલ કોચના રેકોર્ડ ઉત્યાદનથી યાત્રીઓની સુવિધાઓમાં વધારો થશે.
હાલમાં રેલ્વેમાં મુસાફરી કરતા પેસેજરો માટે બધી સુવિધા સ્લીપર અને એસી કોચમાં અપાતી હતી. જનરલ કોચની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી હતી. તેનાથી સામાન્ય માણસ માટે સસ્તી મુસાફરી દિવસે દિવસે મોંધી થઇ રહી હતી. હવે રેલ્વેએ ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો માટે બહેતર સુવીધાવાળી અમૃત ભારત ટ્રેન જેવા ૧૦ હજાર એસએલઆર કોચ બનાવવાનો નિર્ણય કર્યો છે.
અધિકારીઓનું માનીએ તો બે વર્ષમાં રેલ્વેએ જનરલ કોચના રેકોર્ડ નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે. આ કોચ ટ્રેનમાં લાગ્યા પછી નોન એસી કોચમાં મુસાફરી કરનારા પેસેન્જરોને પણ બહેતર મુસાફરીનો અનુભવ થશે. આ કોચ બની ગયા પછી રેલ્વે બધી ટ્રેનોમાં નોન એસી જનરલ કોચની સંખ્યા વધારશે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
