<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

હવે IPO લિસ્ટિંગ પર નહીં મળે ૯૦%થી વધારે નફો:NSEએ લાદી મર્યાદા

નવો નિયમ લાગૂ થઈ ગયો

 નવી દિલ્હી,તા.૫:એનએસઈએ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈઝના આઈપીઓની લિસ્ટિંગ કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ રોકવા માટે નવો નિયમ બનાવ્યો છે. એનએસઈ દ્વારા ગુરુવારે જાહેર એક સકર્લુયરના પ્રમાણે, કોઈપણ એસએમઈ આઈપીઓના લિસ્ટિંગ પહેલા સ્પેશિયલ પ્રી-ઓપન સેશનમાં ૯૦ ટકાનો નફો નહીં કમાઈ શકાય.

  નવો નિયમ ૪ જુલાઈથી લાગૂ થઈ ગયો છે. એનએસઈએ કહ્યું કે, ઓપનિંગ પ્રાઈસનો માપદંડ નક્કી કરવા માટે એસએમઈ પ્લેટફોર્મ પર સ્પેશિયલ પ્રી-ઓપન સેશનમાં શેરનું લિસ્ટિંગ પર ઈશ્યૂ પ્રાઈસથી ૯૦ ટકાના વધારા પર સીમિત કરી દેવામાં આવ્યું છે.

 સકર્લુયર તાત્કાલિક પ્રભાવથી એટલે કે ૪ જુલાઈ, ૨૦૨૪થી લાગૂ થઈ ગયું છે. એનએસઈએ કહ્યું કે, ૯૦ ટકા પ્રાઈસ કેપ માત્ર એસએમઈ સેગમેન્ટ પર લાગૂ થશે. મેનબોર્ડ આઈપીઓ, રિલીસ્ટેડ સિક્યોરિટીઝ અને જાહેર દેવાના કિસ્સામાં આ વાત લાગૂ થશે નહીં.

 માર્ચમાં માર્કેટ રેગુલેટર સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ કહ્યું છે કે, બજાર નિયામકને SME સેગમેન્ટમાં હેરાફેરીના સંકેત જોવા મળ્યા છે. રેગુલેટર લ્પ્ચ્ માટે એક એવો લિસ્ટિંગ માહોલ પ્રદાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે મેનબોર્ડની તુલનામાં વધારે સુવિધાજનક અને ઓછું રેગુલેટેડ હોય. તેમણે કહ્યું કે, રેગુલેટરને પીડબેક મળી કે, કેટલાક એન્ટિટી આ સુવિધાજનક ફ્રેમવર્કનો દુરુપયોગ કરી રહ્યા છે. SME IPOએ ૨૦૨૩માં આકર્ષિક કર્યું રેકોર્ડ તોડ રોકાણ-રેકોર્ડ તોડ રોકાણ આકર્ષિત કરવાનારા કારણે વર્ષ ૨૦૨૩માં SME IPO ચર્ચામાં રહ્યા. ગત વર્ષ દરમિયાન રેકોર્ડ ૧૭૬ કંપનીઓએ BSE-SME અને NSE ઈમર્જ પ્લેટફોર્મથી ૪,૮૪૨ કરોડરૂપિયા એકત્રિત કર્યા છે. જ્યારે કંપનીઓએ માત્ર ૪,૮૪૨ કરોડરૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી હતી. આ માટે, રેકોર્ડ ૨.૮ લાખ કરોડની અરજીઓ સબમિટ કરવામાં આવી હતી.

(3:34 PM IST)