<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ગંભીર બેદરકારી! પ્રસૂતિ વખતે ડોક્ટરોએ બાળકના અંડકોષ કાપી નાખ્યા, માસૂમ નવજાત શિશુનું મોત

કર્ણાટકમાં ડૉક્ટરો પર નવજાત બાળકના ગુપ્તાંગને કાપવાનો આરોપ:બાળકના મોત બાદ પરિવારજનોએ ડોક્ટર સામે કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું

કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં સી-સેક્શન દરમિયાન નવજાત બાળકના ગુપ્તાંગને કાપવાનો આરોપ સામે આવ્યો છે. બાળકના મોત બાદ પરિવારજનોએ ડોક્ટર સામે કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું છે. બાળકના સંબંધીઓએ ચિગેટેરી જિલ્લા હોસ્પિટલની બહાર પ્રદર્શન કર્યું, ડૉક્ટર પાસેથી જવાબદારી અને કાર્યવાહીની માંગ કરી. 17 જૂને અમૃતાને ડિલિવરી માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નોર્મલ ડિલિવરી થઈ શકતી ન હોવાથી ડૉક્ટરે સી-સેક્શન કરવાનું નક્કી કર્યું. અમૃતા અને તેના પતિ અર્જુને આરોપ લગાવ્યો છે કે ડો.નિઝામુદ્દીને માતાનું ઓપરેશન કરતી વખતે બાળકના પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા હતા.

  માતા-પિતાનો આરોપ છે કે તેમના નવજાત બાળકનું મોત તબીબી બેદરકારીના કારણે થયું છે. નવજાત શિશુની હાલત વધુ બગડતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગઈ છે. આ ઘટનાને લઈને લોકો રોષે ભરાયા છે અને ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

 આ ઘટના ફરી એકવાર તબીબી બેદરકારીના ભયને ઉજાગર કરે છે. આ ઘટના એ તમામ માતા-પિતા માટે ચિંતાનો વિષય છે જેઓ તેમના બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી વિશે ચિંતિત છે


 

(12:20 AM IST)