<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 15 જુલાઈ સુધી લંબાવી

રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો : સીબીઆઇએ ત્રીજી પુરક ચાજૅશીટમા બીઆરએસ નેતા કે કવિતાને આરોપી બનાવ્યા

નવી દિલ્હી તા.૬ : રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં AAP નેતા મનીષ સિસોદિયાની કસ્ટડી 15 જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ, રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી 6 જુલાઈ સુધી લંબાવી હતી, ત્યારબાદ તેમને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રીજી પૂરક ચાર્જશીટની સંજ્ઞાન લઈને રૂઝ એવન્યુ કોર્ટમાં આજે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.  સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટને સંજ્ઞાન લેવાના મામલામાં રાઉઝ એવન્યુ કોર્ટ 8 જુલાઈએ સુનાવણી કરશે. સીબીઆઈએ ત્રીજી પૂરક ચાર્જશીટમાં બીઆરએસ નેતા કે કવિતાને આરોપી બનાવ્યા છે.

(12:38 PM IST)