<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

અવકાશની માટીની ખાસ ઇંટોથી ચંદ્ર પર બનાવાશે મકાન

ઉડી પ્રિન્‍ટીંગ ટેકનોલોજીના ઉપયોગથી લેગો જેવી ડીઝાઇન

લંડન તા. ૬ :.. યુરોપીયન અવકાશ એજન્‍સી (ઇએસએ) એ ચંદ્ર પર મકાન બનાવવાની રીત શોધી કાઢી છે. અવકાશની ધૂળથી લેગો (બાળકોના પ્‍લાસ્‍ટીકના બ્‍લોક રમકડા) જેવી ઇંટો બનાવીને ચંદ્ર પર ઘરનું નિર્માણ કરી શકાશે. આ ઇંટોને સહેલાઇ ચંદ્ર પર લઇ જઇ અથવા બનાવી શકાય છે.

ચંદ્રની સપાટી પર મળતી માટી અથવા પથ્‍થરોને રેગોલીથ કહેવાય છે. ઇએસએ આ રેગોલીથમાંથી ઇંટો બનાવવા ખાસ ઉંડી પ્રીન્‍ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જેને સીંટરીંગ કહેવાય છે. સિંટરીંગ ટેકનીકમાં રેગોલીથને પીગળવા પહેલાના ઉષ્‍ણતામાને આ ઇંટોને જોડીને ચંદ્ર પર ઘરનું નિર્માણ કરી શકાશે.

લેગો જેવી ઇંટોના ઉપયોગનો મોટો ફાયદો એ છે કે તેમને જોડીને સહેલાઇથી અલગ કરી શકાય છે અને અલગ અલગ આકારની ઇમારત બનાવી શકાય છે. અવકાશમાં ઇમારતો બનાવવામાં તે મદદરૂપ બનશે. અવકાશ યાત્રીઓ આ ઇંટોથી જલ્‍દી નિર્માણ કરી શકશે.

ઇએસએના વિજ્ઞાન સલાહકાર એડન ક્રાઉલીનું કહેવું છે કે અવકાશની ધૂળથી રોડ અને લોંચ પેડ માટે નકકર બ્‍લોક પણ બનાવી શકાય છે. તેમાંથી બનેલ મકાન અવકાશયાત્રીઓને પ્રતિકુળ ચંદ્ર વાતાવરણથી બચાવશે. ચંદ્રની ધૂળ સતત સૂર્યના વિકીરણોનો સંપર્કમાં રહે છે એટલે તેમાં વિદ્યુત ચાર્જ આવે છે અને તેના ગુણ બદલાઇ જાય છે.

(1:35 PM IST)