News of Saturday, 6th July 2024
NEET UG કાઉન્સિલિંગ 2024 મુલતવી: પેપર લીક વિવાદ વચ્ચે NEET UG કાઉન્સિલિંગ મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
એસવીએન ભાટીની વેકેશન બેંચ, જે NEET UG પરીક્ષા 2024 ના આચરણમાં ગેરરીતિઓનો આક્ષેપ કરતી અન્ય પેન્ડિંગ અરજીઓની સુનાવણી કરી રહી છે, તે કેસની સુનાવણી 8 જુલાઈએ કરશે જેથી અરજદારો તરફથી હાજર રહેલા વકીલે બે દિવસ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયાને રોકવાની વિનંતી કરી'તી

નવી દિલ્હી તા.૬ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શનિવાર, 6 જુલાઈથી શરૂ થનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG) માટેની કાઉન્સેલિંગ પ્રક્રિયા મુલતવી રાખી છે. નવી તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા છે. આ પહેલા શુક્રવાર, 5 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 પરીક્ષાની કાઉન્સેલિંગને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો.
NEET UG પરીક્ષા 2024ના સંચાલનમાં ગેરરીતિઓ અંગે દાખલ કરાયેલી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે જ્યારથી NEET UG અનિયમિતતાઓ સામે આવી છે, ત્યારથી NEET પરીક્ષા રદ કરવાની અને NEET UG કાઉન્સિલિંગની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ "ઓપન એન્ડ શટ" પ્રક્રિયા નથી. NEET UG પરીક્ષા આયોજિત કરવામાં કથિત અનિયમિતતાઓને લઈને પરીક્ષા રદ કરવાની માંગણી કરતી અરજી પર કોર્ટે NTA, કેન્દ્ર અને અન્યને 5 મેના રોજ નોટિસ પણ જારી કરી હતી. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને એસવીએન ભાટીની વેકેશન બેંચ, જે NEET UG પરીક્ષા 2024 ના આચરણમાં ગેરરીતિઓનો આક્ષેપ કરતી અન્ય પેન્ડિંગ અરજીઓની સુનાવણી કરી રહી છે, તે કેસની સુનાવણી 8 જુલાઈએ કરશે. આ કારણોસર, અરજદારો તરફથી હાજર રહેલા વકીલે બે દિવસ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયાને રોકવાની વિનંતી કરી હતી.
NEET UG કાઉન્સેલિંગ પ્રક્રિયા શું છે?
NEET UG કાઉન્સેલિંગ પ્રક્રિયામાં, ઉમેદવારોએ સ્ટ્રે વેકેન્સી અને મોપ-અપ રાઉન્ડ જેવા અનેક પગલાઓમાં ભાગ લેવો પડે છે. કાઉન્સેલિંગમાં ભાગ લેવા માટે, ઉમેદવારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ફી પણ ચૂકવવી પડશે. જે પછી ઉમેદવારે પોતાની પસંદગી ભરીને, સીટ લોક કરીને અને નિયત તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ ફાળવેલ સંસ્થાને રિપોર્ટ કરવાનો રહેશે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
