News of Saturday, 6th July 2024
ભારતીય સંસ્કૃતિના પાયા ઉંડા એટલે જ દેશ ટકયો છેઃ પૂ.ગણીવર્ય તારકચંદ્ર મ.સા.
‘અકિલા' ખાતે પૂ.ગુરૂભગવંતોની પાવન પધરામણીઃ ધર્મલાભ : પૂ.ગુરૂભગવંતોની વિવિધ મુદ્દે ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વાતચીતઃ ગુરૂદેવ પૂ.બંધુબેલડી મ.સા. સાથે બે દાયકા અગાઉ ‘અકિલા'એ પધરામણી વખતના સ્મરણો તાજા કર્યા : પૂ.ગણિવર્યશ્રી તારકચંદ્રસાગરજી મ.સા. આ.ઠા.એ

આર્શીવચન પાઠવ્યાઃ માંગલીક ફરમાવ્યું: ગોચરીનો લાભ આપ્યો : રાજકોટઃ વિશ્વ પ્રસિધ્ધ અયોધ્યાપુરમ જૈન તીર્થના માર્ગદર્શક પૂ.આ.બંધુબેલડી મ.સા. જિન હેમચંદ્રસાગરસુરિશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ.ગણિવર્યશ્રી તારકચંદ્રસાગરજી મ.સા. આ.ઠા. એ આજે ‘અકિલા' ખાતે પાવન પધરામણી કરી ધર્મલાભ આપ્યો હતો. ઉપરોકત તસવીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આર્શીવચન પાઠવતા પૂ.ગુરૂભગવંત દર્શાય છે. પૂ.શ્રી.એ કિરીટભાઇને પોતાના પુસ્તકની ભેટ આપી હતી. જ્યારે અન્ય તસ્વીરોમાં ગુરૂદેવ સાથે જૈન સંઘોના આગેવાનો રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ દેસાઇ, સેક્રેટરી કિરીટભાઇ સંઘવી, અયોધ્યાપુરમ તીર્થના ટ્રસ્ટી જયંતભાઇ મહેતા, જાગનાથ સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખ, અરૂણભાઇ દોશી, દીલીપભાઇ ટોળીયા, શ્રેણીક દોશી ઉપસ્થિત રહ્યા હતા. પૂ. ગુરૂભગવંતે માંગલીક ફરમાવ્યું હતું. ઉપરાંત પૂ.ગુરૂભગવંતોને ગોચરી વહોરાવવાનો લાભ પણ શ્રી કિરીટભાઇ ગણાત્રાએ લીધો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ,તા. ૬: શ્રી અયોધ્યાપુરમ જૈન તીર્થ પ્રેરક-માર્ગદર્શક પ.પૂ.આચાર્યશ્રી બંધુ બેલડી મ.સા. શ્રી જિન-હેમચંદ્રસાગર મ.સા.ના શિષ્ય-પ્રશિષ્ય રત્નસૌમ્ય સ્વભાવી -પ.પૂ. ગણિવર્ય શ્રી તારકચંદ્રસાગરજી મ.સા. આદિ ઠાણા-૪ શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ (દાદાવાડી)નો આગ્રહભરી વિનંતીને ગ્રાહ્ય લઇ શ્રી ચિંતામણી પ્રાર્શ્વનાથ જિનાલયના આંગણે ભવ્યાતિભવ્ય નવનિર્મિત ‘શ્રી મણીભદ્રવીર જૈન આરાધના ભવન'માં પ્રથમ ચાર્તુમાસ માટે આરાધના કરાવવા પધાર્યા છે.
૨૬ વર્ષના દિક્ષાપર્યાય જમેનો છે તેવા પ.પૂ.ગણિવર્ય શ્રી તારકચંદ્રસાગરજી મ.સા. મુદુલ ભાષી-સૌમ્ય સ્વભાવી ઉત્કૃષ્ઠ આરાધના કરી અને કરાવી રહ્યા છે. પ.પૂ. ગણિવર્ય શ્રી તારકચંદ્રસાગરજી મ.સા. લિખિત ‘ઝિંદાદીલી' પુસ્તક અદભૂત-લખાણ ઘરે ઘરે વસાવવા લાયક છે. આ ઉપરાંત તેમની કલમો દ્વારા ઘણા પુસ્તકોનું નિર્માણ થયેલ છે.
૧૦ વર્ષનો જેમનો સંયમકાળ છે. તેવા તત્વજ્ઞાનના પ્રખર પ્રવચનકાર-શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજ શ્રી અર્હમચંદ્રસાગરજી મ.સા.ના રોજના પ્રેરક પ્રવચનો માણવા જેવા છે. ધર્મનું સાચુ જ્ઞાન પમાડે તેવી સરળ ભાષા દ્વારા તેઓ સમજાવે છે.
પૂ.ગણીવર્યશ્રી તારકચંદ્રસાગરજી મ.સા.એ ‘અકિલા' કાર્યાલય ખાતે પાવન પધરામણી કરી ધર્મલાભ આપ્યો હતો. આ પ્રસંગે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આર્શીવચન આપતા જણાવેલ કે દેશ, ધર્મ અને સંસ્કૃતિની ખૂબ જ સેવા કરો.
પૂ.શ્રીએ જણાવેલ કે જ્યારે અમે પ્રથમવાર બે દાયકા અગાઉ પૂ.ગુરૂદેવ બંધુબેલડી મ.સા. સાથે રાજકોટ આવેલ ત્યારે પણ પૂ.ગુરૂદેવએ ‘અકિલા'ના શ્રી કિરીટભાઇ ખૂબ જ માયાળુ અને લાગણીશીલ હોવાનું જણાવેલ.
પૂ.શ્રીએ ચાતુર્માસ અંગે જણાવેલ કે, આ વખતે ચાતુર્માસમાં પ્રવચનનું લક્ષ્ય છે. પ્રવચન જેટલું સારૂ એટલુ જ્ઞાન વધશે અને આચાર સુધરશે જેથી સમાજમાં પણ સુધારો આવશે. ચાતુર્માસમાં દરરોજ સવારે ૭:૩૦ થી ૮:૩૦ પ્રવચન યોજાશે. સાથે જ ગુરૂપૂર્ણિમાએ વિશેષ પ્રવચનનું આયોજન પણ કરાશે.
પર્યુષણ પર્વ શરૂ થતા પહેલા ‘મહાવીરની નજરે મહાવીર' વિષય પર પ્રવચનમાળા યોજાશે. પર્યુષણ પર્વ બાદ ‘ધર્મ-જીવન જીવવાની કળા' ઉપર એક શીબીરનું પણ આયોજન કરવામાં આવનાર હોવાનું પૂ. શ્રીએ જણાવ્યુ હતું.
આજે વ્યાભિચાર ખૂબ જ વધ્યો છે તેનું મુખ્ય કારણ શૈક્ષણીક વ્યવસ્થા બગડી હોવાનું જણાવી પૂ.ગુરૂભગવંતોએ ઉમેરેલ કે દરેક ધર્મ અહીંસા, ચોરી ન કરવી, પરસ્ત્રીને માતા-બહેન ગણવીનું જણાવે છે ત્યારે ભૌતિકવાદ અને પાસ્ચ્યાત સંસ્કૃતિના વધતા પ્રભાવથી તેને અસર પહોંચી છે.
પૂ.શ્રીએ જણાવેલ કે મહાન ભારત દેશ આજે અંગ્રેજો, મુઘલોની ગુલામી બાદ પણ ઉભો છે તેનું મુખ્ય પીઠબળ આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિના ઉંડા પાયા છે. આપણી સંસ્કૃતિ જાળવવી ખૂબ જ જરૂરી છે.
શ્રી મણિયાર જીનાલયના આંગણે ચાર્તુમાસમાં તપ-આરાધનાની હેલી થશે. રાજકોટની પુત્રીઓ-પ.પૂ.સાધ્વીજી શ્રી વિપુલયશાશ્રીજી મ.સા. આદિ ઠાણા -૫ બહેનોને આરાધના કરાવવા માટે ચાર્તુમાસ માટે શ્રી મણિયાર જિનાલય પધારશે.
કાલે અષાઢી બીજ તા. ૭ને રવિવાર-પ્રવેશ યાત્રા શુભ આરંભ સવારે ૭ કલાકે જિલ્લા પંચાયત ચોક-રેસકોર્સથી શરૂ થઇ વાજતે ગાજતે શકલ સંઘ-શ્રેષ્ઠીવર્યોની ઉપસ્થિતીમાં શ્રી મણિયાર જિનાલય-શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં દર્શન-વંદન કરી સકલ સંઘ સાથે ભવ્યાતિભવ્ય રીતે નવનિર્મિત ‘શ્રી મણિભદ્ર જૈન આરાધના ભવન'માં ગુરૂભગવંતોનો જાજરમાન પ્રવેશ થશે.
ચાર્તુમાસની ભવ્ય સફળતા માટે શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઇ ચાવાળા-ઉપપ્રમુખ પંકજભાઇ કોઠારી, સેક્રેટરી શ્રી કિરીટભાઇ સંઘવી- મણિયાર જિનાલય કન્વીનર અરૂણભાઇ દોશી, સહકન્વીનર જીતુભાઇ ગાંધી (મારવાડી) તથા કમિટિ ઇન્ચાર્જ દિલીપભાઇ મહેતા તેમજ સમગ્ર કારોબારી ટ્રસ્ટીશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
