<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

કોઇ ભાજપવાળા મળ્‍યા નથીઃ રાહુલ ગાંધી અમારી વ્‍હારે આવેઃ અગ્નિકાંડ પીડીતોની વ્‍યથા

ટીઆરપી ગેમઝોન ઘટનાના દોઢ મહિના બાદ પણ ન્‍યાય ન મળતા રાજકોટના હતભાગી પરિજનો વિપક્ષી નેતાને મળવા અમદાવાદ પહોંચ્‍યા

રાજકોટ તા. ૬ :.. શહેરના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને દોઢ મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં હતભાગી પરિવારને ન્‍યાય ન મળતા આજે તેઓ અમદાવાદ મુલાકાતે આવેલ કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીને મળવા સવારે રવાના થયા હતાં.

અગ્નિકાંડમાં પરિવારજન ગુમાવનાર પિડીતોએ જણાવેલ કે, અમે રાહુલ ગાંધી પાસે આશા રાખીએ છીએ કે તેઓ સંસદમાં આ મુદ્‌્‌ો ઉઠાવે અને અમને ન્‍યાય અપાવે. ચૂકાદો પણ વહેલો આવે તેવી આશા  પણ તેમણે દર્શાવી રાહુલ પાસે ૩ માંગો છે એ મૂકાશેનું પણ જણાવ્‍યું હતું.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી દુર્ઘટનાઓના પીડિત પરિવાર સાથે બપોર બાદ વાતચીત કરવાના છે. જેને લઇને  રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડના પીડિતા અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આવી ,પહોંચ્‍યા હતા. પીડિત પરિવારોએ ભારે હૈયે વેદના વ્‍યકત કરતા કહ્યું હતું કે, અમારા કોઇએ આંસુ લુછ્‍યા નથી. આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડના મૃતક સુરપાલસિંહ જાડેજાના પિતાએ આક્રોશ વ્‍યકત કરતા કહ્યું હતું, દોષિતોને ફાંસીની સજા પણ ઓછી પડે એવું લાગે છે.

જ્‍યારે રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલ આશા કાથડના પિતા ચંદુભાઇ કાથડે જણાવ્‍યું કે, અમે રાહુલ ગાંધીને  રજુઆત કરવાના છીએ કે, અમને જે ન્‍યાય મળવો જોઇએ એ મળ્‍યો નથી. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઇએ. દોષિત ગમે તે હોય ધારાસભ્‍ય હોય કે ગમે તે હોય તેને સજા મળવી જોઇએ. અમને ન્‍યાય મળશે એવી અપેક્ષા છે. ભાજપના કોઇ પણ નેતા અમને મળવા માટે આવ્‍યા નથી.

ઉપરાંત અગ્નિકાંડના મૃત્‍યુ પામેલ સુરપાલસિંહ જાડેજાના પિતા અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ જણાવ્‍યું કે, રાહુલ ગાંધીને રજુઆત કરીશુ કે અમને ન્‍યાય અપાવડાવે. આ ભાજપ વાળા તો ન્‍યાય અપાવવાના જ નથી.

એક જ જણાને જ પકડીને બેઠા છે. બધાને દબાવવા જ માગે છે સાગઠિયાની મિલકતની જ તપાસ આક્ષેપ કર્યો હતો. ૨૦ વર્ષના દીકરા ખોયા હોય એને અપેક્ષા તો હોય  કે આને ફાંસી દે તો પણ ઓછી લાગે છે અમને કોઇ ભાજપ  વાળો મળવા આવ્‍યો જ નથી. એક ભાજપનો નેતા પણ મળવા કયાંય આવ્‍યો નથી.

(4:08 PM IST)